________________
ધ થઈ કે મારા જધન્યા
પરમાણુ
અધ્યાય પસૂત્ર ૩૭-૩૫ ૨૩૫ એક સંખ્યાવાળો હોય ત્યારે બંધ થશે કે ન થ, ૨. પાંત્રીસમા સૂત્રમાં આદિ પદથી ત્રણ આદિ સંખ્યા લેવી કે નહિ, ૩. પાંત્રીસમા સૂત્રનું બંધવિધાન ફક્ત સદશ દશ અવયવોને માપે માનવું કે નહિ.
૧. ભાષ્યની વૃત્તિ પ્રમાણે બંને પરમાણુઓ જ્યારે જધન્યગુણવાળા હોય છે, ત્યારે એમને બંધ નિષિદ્ધ છે, અર્થાત એક પરમાણુ જઘન્યગુણવાળ હોય અને બીજે જઘન્યગુણવાળો ન હોય તે ભાગ તથા વૃત્તિ પ્રમાણે એમને બંધ થઈ શકે છે. પરંતુ સર્વાર્થસિદ્ધિ આદિ બધી દિગંબરીય વ્યાખ્યાઓ પ્રમાણે જધન્યગુણ યુક્ત બે પરમાણુઓના પારસ્પરિક બંધની માફક એક જઘન્યગુણ પરમાણુને બીજા અજઘન્યગુણ પરમાણુની સાથે પણ બંધ થતું નથી.
૨. ભાગ્યની વૃત્તિ પ્રમાણે પાંત્રીસમા સૂત્રમાં આદિ પદને ત્રણ આદિ સંખ્યા અર્થ લેવાય છે. આથી જ એમાં કોઈ એક અવયવથી બીજા અવયવમાં સ્નિગ્ધત્વ અથવા રક્ષત્વના અંશ બે, ત્રણ, ચારથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત સુધી અધિક હોય તો પણ બંધ માનવામાં આવે છે; ફક્ત એક અંશ અધિક હોય તે બંધ માનવામાં આવતું નથી. પરંતુ દિગંબરીય બધી વ્યાખ્યાઓ પ્રમાણે ફક્ત બે અંશ અધિક હોય તો જ બંધ માનવામાં આવે છે. અર્થાત એક અંશની માફક ત્રણ, ચારથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત અંશ સુધી અધિક હોય તે પણ બંધ માનવામાં આવતું નથી.
૩. પાંત્રીસમાં સૂત્રમાં ભાષ્યની વૃત્તિ પ્રમાણે બે, ત્રણ આદિ અંશે અધિક હોય તે પણ જે બંધનું વિધાન છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org