________________
૨૩૪
તવાર્થસૂત્ર પ્રસ્તુત સૂત્રમાં પહેલું સૂત્ર બંધનો નિષેધ કરે છે. તે પ્રમાણે, જે પરમાણુઓમાં નિગ્ધ અથવા રૂક્ષત્વનો અંશ જઘન્ય હોય, એ જઘન્યગુણવાળા પરમાણુઓને પારસ્પરિક બંધ થત નથી. આ નિષેધથી એ ફલિત થાય છે કે મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા યુક્ત અંશવાળા સ્નિગ્ધ, રૂક્ષ બધા અવયવોનો પારસ્પરિક બંધ થઈ શકે છે. પરંતુ એમાં પણ અપવાદ છે, જે આગલા સૂત્રમાં બતાવ્યું છે. એ પ્રમાણે સદશ અવયવ જે સમાન અંશવાળા હોય એમનો પારસ્પરિક બંધ થઈ શકતો નથી. તેથી સમાન અંશવાળા સ્નિગ્ધ સ્નિગ્ધ પરમાણુઓના તથા રૂક્ષ રૂક્ષ પરમાણુઓના સ્કંધ બનતા નથી. આ નિષેધ પણ ફલિત અર્થ એ થાય છે કે, અસમાન ગુણવાળા સદશ અવયવોને તે બંધ થઈ શકે છે. આ ફલિત અર્થને સંકોચ કરી ત્રીજા સૂત્રમાં સદશ અવયના અસમાન અંશની બન્ધોપયોગી મર્યાદા નિયત કરવામાં આવી છે. તે પ્રમાણે, અસમાન અંશવાળા, પણ સદશ અવયવોમાં જ્યારે એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વથી બીજા અવયવનું નિધત્વ અથવા રૂક્ષત્વ બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ આદિ અધિક હોય તે, એ બે સદશ અવયને બંધ થઈ શકે છે. તેથી જ જે એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વની અપેક્ષાએ બીજા અવયવનું સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વ ફક્ત એક અંશ અધિક હોય તે તે બે સદશ અવયવોને બંધ થઈ શકતે નથી.
શ્વેતાંબર અને દિગંબર બંનેની પરંપરાઓમાં પ્રસ્તુત ત્રણ સૂત્રેામાં પાઠભેદ નથી, પરંતુ અર્થભેદ છે. અર્થભેદમાંય ત્રણ બાબત ધ્યાન આપવા ગ્ય છે : ૧. જઘન્યગુણ પરમાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org