________________
અધ્યાય ૫ – સૂત્ર -૨૯
રર૫
સ્પર્શન, રસન અને ઘાણ ચારે ઈદ્રિયોથી ગ્રહણ કરી શકાય છે, પરંતુ તે પાણીમાં મળી જવાથી ફક્ત રસન અને ધ્રાણ બે ઈથિી ગ્રહણ કરી શકાય છે.
પ્ર–કંધના ચાક્ષુષ બનવામાં બે કારણ બતાવ્યાં, પરંતુ અચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિનું કારણ કેમ ન બતાવ્યું
ઉછવ્વીસમા સૂત્રમાં સામાન્ય રૂપથી સ્કંધમાત્રની ઉત્પત્તિના ત્રણ હેતુઓનું કથન કર્યું છે. અહીંયાં તે ફક્ત વિશેષ સ્કંધની ઉત્પત્તિના અર્થાત્ અચાક્ષુષથી ચાક્ષુષ બનવાના હેતુઓનું વિશેષ કથન છે. એથી એ સામાન્ય વિધાન પ્રમાણે અચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિના હેતુ ત્રણ જ પ્રાપ્ત થાય છે. સારાંશ એ છે કે, છવ્વીસમા સૂત્રના કથન પ્રમાણે ભેદ, સંઘાત અને ભેદસંઘાત એ ત્રણે હેતુથી અચાક્ષુષ સ્કંધ બને છે. [૨૮]
હવે “સત ' ની વ્યાખ્યા કહે છે : 'उत्पादव्ययध्रौव्ययुक्तं सत् । २९ ।
જે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એ ત્રણેથી યુક્ત અર્થાત્ તદાત્મક છે તે સત્ કહેવાય છે.
સતના સ્વરૂપ વિષે ભિન્ન ભિન્ન દર્શનોના ભિન્ન ભિન્ન મત છે. કેઈ દર્શન સંપૂર્ણ સત પદાર્થને (બ્રહ્મને) કેવળ
૧. દિગંબરીય પરંપરામાં આ સૂત્ર ત્રીસમા આંક ઉપર છે. એમાં ઓગણત્રીસમા નંબર ઉપર “સત્ દ્રવ્યરક્ષણ” એવું સૂત્ર છે, જે શ્વેતાંબરીય પરંપરામાં નથી, ભાષ્યમાં ફક્ત એને ભાવ આવી જાય છે. ૨. વેદાન્ત–ઔપનિષદ શાંકરમત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org