________________
૨૦૧
અધ્યાય -સૂત્ર ૩૧ અસત્ત્વનું છે, તે જ પ્રમાણે નિત્યત્વ-અનિત્યત્વ ધર્મ પણ એમાં સિદ્ધ છે. દ્રવ્ય (સામાન્ય) દૃષ્ટિએ નિત્ય અને પર્યાય (વિશેષ) દૃષ્ટિએ અનિત્ય સિદ્ધ થાય છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા, પરંતુ અપેક્ષાભેદથી સિદ્ધ એવા બીજા પણ એકત્વ, અનેકત્વ આદિ ધર્મોને સમન્વય આત્મા આદિ બધી વસ્તુઓમાં અબાધિત છે. આથી બધાય પદાર્થો અનેકધર્માત્મક માનવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા કહે છેઃ
કર્ષિતાનિશિ” પ્રત્યેક વસ્તુ અનેક પ્રકારે વ્યવહાર્ય છે, કેમ કે અર્પણું અને અર્પણથી અર્થાત્ વિવક્ષાને લીધે પ્રધાન-અપ્રધાન ભાવે વ્યવહારની સિદ્ધિ-ઉપપત્તિ થાય છે.
અપેક્ષાભેદથી સિદ્ધ એવા અનેક ધર્મોમાંથી પણ ક્યારેક કોઈ એક ધર્મ દ્વારા અને ક્યારેક એના વિરુદ્ધ બીજા ધર્મ દ્વારા વસ્તુનો વ્યવહાર થાય છે, તે અપ્રામાણિક અથવા બાધિત નથી; કેમ કે વિદ્યમાન પણ બધા ધર્મો એકી સાથે વિવક્ષિત હોતા નથી. પ્રયોજન પ્રમાણે ક્યારેક એકની તે
ક્યારેક બીજાની વિવેક્ષા હોય છે. જ્યારે જેની વિવક્ષા ત્યારે તે પ્રધાન અને બીજા અપ્રધાન થાય છે. જે કર્મને કર્તા છે તે જ એના ફળને ભોક્તા થઈ શકે છે. આ કર્મ અને તજજન્ય ફળના સામાનાધિકરણ્યને બતાવવા માટે આત્મામાં દ્રવ્યદૃષ્ટિએ સિદ્ધ એવા નિત્યત્વની અપેક્ષા કરાય છે. એ સમયે એનું પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વ વિવક્ષિત ન હોવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org