________________
હોય તો એ છે
સણક્ષણમાં
ત્પન્ન ના
અધ્યાય - સૂત્ર ૩ પ્રત્યભિજ્ઞાનને માટે જેમ એની વિષયભૂત વસ્તુનું સ્થિરત્વ આવશ્યક છે, તેમ જ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે. એ રીતે જડ અથવા ચેતન તત્ત્વ માત્ર જે નિર્વિકાર હોય તો એ બંને તના મિશ્રણરૂપ જગતમાં ક્ષણક્ષણમાં દેખા દેતી વિવિધતા
ક્યારે પણ ઉત્પન્ન ન થાય. એથી જ પરિણામી નિત્યત્વવાદને જૈન દર્શન યુક્તિસંગત માને છે. - હવે બીજી વ્યાખ્યા વડે, પૂર્વોક્ત સતના નિત્યત્વનું વર્ણન કરે છે.
તમાવવ્ય નિત્યપૂ” સત પિતાના સ્વભાવથી ચુત થતું નથી માટે નિત્ય છે.
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક રહેવું એ જ વસ્તુમાત્રનું સ્વરૂપ છે. આ સ્વરૂપ જ સત્ કહેવાય છે. સ્વરૂપ નિત્ય છે, અર્થાત તે ત્રણે કાળમાં એકસરખું અવસ્થિત રહે છે. એવું નથી કે કેઈક વસ્તુમાં અથવા વસ્તુમાત્રમાં ઉત્પાદ, વ્યય તથા ધ્રૌવ્ય ક્યારેક હોય અને ક્યારેક ન હોય. પ્રત્યેક સમયમાં ઉત્પાદાદિ ત્રણે અંશ અવશ્ય થાય છે, એ જ સતનું નિત્યત્વ છે.
પોતપોતાની જાતિને ન છોડવી એ જ બધાં દ્રવ્યનું ધ્રૌવ્ય છે અને પ્રત્યેક સમયમાં ભિન્નભિન્ન પરિણામરૂપે ઉત્પન્ન અથવા નષ્ટ થવું એ એમને ઉત્પાદવ્યય છે. ધ્રૌવ્ય તથા ઉત્પાદત્રયનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા દેખાય છે.
- આ ચક્રમાંથી ક્યારે પણ કોઈ અંશ મુક્ત–લુપ્ત થતો નથી, એ જ આ સૂત્ર દ્વારા બતાવ્યું છે. પૂર્વ સૂત્રમાં ૪-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org