________________
૨૨૮
તત્વાર્થસૂત્ર વસ્તુને માત્ર ક્ષણિક માને અર્થાત્ પ્રત્યેક વસ્તુને ક્ષણક્ષણમાં ઉત્પન્ન થનારી તથા નષ્ટ થનારી માને અને એને કોઈ સ્થિર આધાર ન માને, તો પણ ઉત્પાદવ્યયશીલ અનિત્ય પરિણામમાં નિત્યત્વને સંભવ ન હોવાના કારણે ઉપરને વિરેાધ આવે. પરંતુ જૈનદર્શન કઈ વસ્તુને કેવળ ફૂટસ્થ નિત્ય અથવા કેવળ પરિણામી માત્ર ન માનતાં પરિણામી નિત્ય માને છે. એથી બધાં તો પિતપિતાની જાતિમાં સ્થિર રહ્યાં છતાં પણ નિમિત્ત પ્રમાણે પરિવર્તન ઉત્પાદ–વ્યય પ્રાપ્ત કરે છે. એથી જ પ્રત્યેક વસ્તુમાં મૂળજાતિ (દ્રવ્ય) ની અપેક્ષાએ ધ્રૌવ્ય, અને પરિણામની અપેક્ષાએ ઉત્પાદ, વ્યય એ બંને ઘટિત થવામાં કેઈ વિરોધ આવતો નથી. જૈનદર્શનને પરિણામી નિત્યત્વવાદ સાંખ્યની માફક ફક્ત જડ પ્રકૃતિ સુધી જ નથી; કિંતુ ચેતનતત્ત્વમાં પણ તે લાગુ પડે છે.
બધાં તમાં વ્યાપક રૂપે પરિણામી નિત્યત્વવાદને સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક પ્રમાણ અનુભવ છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં કોઈ એવું તત્ત્વ અનુભવમાં નથી આવતું કે જે ફક્ત અપરિણમી હોય, અથવા માત્ર પરિણામરૂપ હય, બાહ્ય આત્યંતર બધી વસ્તુઓ પરિણામી નિત્ય માલૂમ પડે છે. જે બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તે પ્રત્યેક ક્ષણમાં નવી નવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે તેમ જ એને કઈ સ્થાયી આધાર ન હોવાને લીધે એ ક્ષણિક પરિણામ પરંપરામાં સજાતીયતાને અનુભવ ક્યારે પણ ન થાય. અર્થાત પહેલાં કોઈ વાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં જે “આ તે જ વસ્તુ છે એવું પ્રત્યભિજ્ઞાન થાય છે, તે કઈ પણ રીતે ન થાય. કેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org