________________
૨૨૬
તત્વાર્થસૂત્ર ધ્રુવ (નિત્ય ) જ માને છે. કોઈ દર્શન સત પદાર્થને નિરન્વય ક્ષણિક (માત્ર ઉત્પાદવિનાશશીલ) માને છે. કોઈ દર્શનર ચેતનતત્વ રૂપ સતને તે કેવળ ધ્રુવ ( ફૂટસ્થ નિત્ય) અને પ્રકૃતિતત્વરૂપ સતને પરિણામી નિત્ય ( નિત્યનિય) માને છે. કોઈ દર્શન અનેક સત પદાર્થોમાંથી પરમાણ, કાળ, આત્મા આદિ કેટલાંક સત તને ફૂટસ્થનિત્ય અને ઘટ, વસ્ત્ર આદિ કેટલાંક સતને માત્ર ઉત્પાદવ્યયશીલ (અનિત્ય) માને છે. પરંતુ જૈનદર્શનનું સત્ના સ્વરૂપ સંબંધનું મંતવ્ય ઉક્ત બધા મતથી ભિન્ન છે અને તે આ સૂત્રમાં બતાવ્યું છે.
જૈનદર્શનનું માનવું એ છે કે, જે સત્ – વસ્તુ – છે તે ફક્ત પૂર્ણરૂપે કૂટસ્થનિત્ય, અથવા ફક્ત નિરન્વય વિનાશી, અથવા એને અમુક ભાગ ફૂટસ્થનિત્ય અને અમુક ભાગ પરિણામીનિત્ય અથવા એને કોઈ ભાગ તો ફક્ત નિત્ય અને કેઈ ભાગ તો માત્ર અનિત્ય એમ હઈ શકતી નથી. એના મત પ્રમાણે ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત, સૂક્ષ્મ અથવા સ્કૂલ બધી સત્ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપે ત્રિરૂપ છે.
પ્રત્યેક વસ્તુમાં બે અંશ છે. એક અંશ એવો છે કે જે ત્રણે કાળમાં શાશ્વત છે અને બીજો અંશ સદા અશાશ્વત છે. શાશ્વત અંશના કારણથી પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક (સ્થિર) અને અશાશ્વત અંશના કારણથી ઉત્પાદવ્યયાત્મક (અસ્થિર) કહેવાય છે. આ બે અંશેમાંથી કોઈ એક બાજુએ
૧. બદ્ધ. ૨. સાંખ્ય. ૩. ન્યાય, વૈશેષિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org