________________
અધ્યાય ૫-સૂત્ર -૨૯
૨૨૩
જ છે. વિશકલિત અવસ્થા સ્કંધના ભેદથી જ ઉત્પન્ન થાય છે. એથી અહીયાં ભેદથી અણુની ઉત્પત્તિના કથનના અભિપ્રાય એટલે જ છે કે વિશકલિત અવસ્થાવાળા પરમાણુ ભેદનું કાર્યાં છે, શુદ્ધ પરમાણુ નહિં. [૨૬ – ૨૭
હવે અચાક્ષુષ સ્ક ંધના ચાક્ષુષ બનવામાં હેતુ કહે છે : મેાંધાતામ્યાં ચાક્ષુષોઃ ।૨૮।
ભેદ અને સંઘાતથી ચાક્ષુષ સ્કંધ અને છે. ← અચાક્ષુદ્ર સ્કંધ પણ નિમિત્ત પ્રાપ્ત કરી ચાક્ષુષ બની શકે છે; એ બતાવવું એ આ સૂત્રને ઉદ્દેશ છે.
પુદ્ગલના પરિણામ વિવિધ છે, એથી જ કેાઈ પુદુગલસ્ક ધ અચાક્ષુષ ( ચક્ષુથી અગ્રાહ્ય ) હોય છે, તે કોઈ ચાક્ષુષ ( ચક્ષુથી ગ્રાહ્ય ) હાય છે. જે કધ પહેલાં સુક્ષ્મ હેાવાને કારણે અચાક્ષુષ હાય છે. તે પણ નિમિત્તવશ સૂક્ષ્મવ પરિણામ છેાડીને બાદર ( સ્થૂલ ) પરિણામવિશિષ્ટ બનવાથી ચાક્ષુષ થઈ શકે છે. એ સ્કંધને એમ થવામાં ભેદ તથા સધાત બંને હેતુ અપેક્ષિત છે. જ્યારે કાઈ સ્કધમાં સમત્વ પરિણામની નિવૃત્તિ થઈ સ્થૂલત્વ પરિણામ ઉત્પન્ન થાય છે, ત્યારે કેટલાંક નવાં અણુએ તે સ્ક ંધમાં અવશ્ય મળી જાય છે. જ્યારે ખીજાં કટલાક અણુએ એ સ્કંધમાંથી અલગ પણ થઈ જાય છે. સૂક્ષ્મત્વ પરિણામની નિવૃત્તિપૂર્વક સ્થૂલત પરિણામની ઉત્પત્તિ કેવળ સધાત એટલે અણુઓના મળવા માત્રથી જ થતી નથી, રસને કેવળ ભેદ એટલે કે અણુઓના જુદા થવાથી પણ થતી નથી. સ્થૂલત્વ – બાદરત્વ – રૂપ પરિણામ સિવાય કોઈ સ્કંધ ચાક્ષુષ તેા થઈ શકતા જ નથી. એથી અહીંયાં નિયમપૂર્વક કહ્યું છે કે ચાક્ષુષ સ્કંધ ભેદ અને સધાત અનેથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org