________________
રરર
તત્વાર્થસૂત્ર સંઘાતજન્ય કહેવાય છે. એ રીતે ત્રણ, ચાર, સંખ્યાત, અસં
ખાત, અનંત અને અનંતાનંત સુધી પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશ, ચતુષ્પદેશ, સંખ્યાતપ્રદેશ, અસંખ્યાતપ્રદેશ, અનંતપ્રદેશ, અને અનંતાનંતપ્રદેશ સુધી સકંધ બને છે. તે બધા સંઘાતજન્ય છે. કેઈક મોટા સ્કંધના તૂટવાથી જે નાના નાના સ્કંધ થાય છે, તે ભેદજન્ય છે. એ પણ બે પ્રદેશથી લઈને અનંતાનંત પ્રદેશ સુધી હોઈ શકે છે. જ્યારે કોઈ એક સ્કંધ તૂટતાં એના અવયવની સાથે એ સમયે બીજુ કેઈ દ્રવ્ય મળવાથી નવો સ્કંધ બને છે, ત્યારે તે સ્કંધ, ભેદ તેમ જ સંઘાત બનેથી જન્ય છે. એવા સ્કંધ પણ ઢિપ્રદેશથી લઈને અનંતાનંત પ્રદેશ સુધી થઈ શકે છે. બેથી અધિક પ્રદેશવાળા સ્કંધોને માટે એ બાબત સમજવી જોઈએ કે ત્રણ, ચાર આદિ અલગ અલગ પરમાણુઓના મળવાથી પણ ત્રિપ્રદેશ, ચતુષ્પદેશ આદિ સ્કંધ થાય છે. અને ક્રિપ્રદેશ સ્કંધની સાથે એક પરમાણુ મળવાથી ત્રિપ્રદેશ, તથા દ્વિપ્રદેશ અથવા ત્રિપ્રદેશ સ્કંધની સાથે અનુક્રમે બે અથવા એક પરમાણુ મળવાથી ચતુપ્રદેશ સ્કંધ બની શકે છે.
અણુ દ્રવ્ય કેઈ દ્રવ્યનું કાર્ય નથી. આથી એની ઉત્પત્તિમાં બે દ્રવ્યના સંધાતને સંભવ જ નથી. એ રીતે પરમાણુ નિત્ય મનાય છે. તથાપિ અહીંયાં એની જે ઉત્પત્તિ બતાવી છે તે પર્યાયદષ્ટિથી અર્થાત પરમાણુ દ્રવ્યરૂપે તે નિત્ય છે, પરંતુ પર્યાયદષ્ટિથી તે જન્ય પણ છે. ક્યારેક સ્કંધના અવયરૂપ બની સામુદાયિક અવસ્થામાં પરમાણુઓનું રહેવું અને ક્યારેક સ્કંધથી અલગ થઈ વિશકલિત ( છૂટીછવાઈ) અવસ્થામાં રહેવું એ બધા પરમાણુના પર્યાય-અવસ્થા–વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org