________________
જવાથશ્વસ સ્પર્શ આદિ તથા શબ્દ આદિ ઉપર્યુક્ત બધા પર્યાય પુલનું જ કાર્ય હેવાથી પૌલિકપર્યાય મનાય છે.
તેવીસમા અને ચોવીસમા સૂત્રને જુદાં કરીને એ સૂચિત કર્યું છે કે, સ્પર્શ આદિ પર્યાય પરમાણુ અને સ્કંધ બંનેમાં હોય છે, પરંતુ શબ્દ, બંધ આદિ પર્યાય ફક્ત સ્કંધમાં હોય છે. જો કે સૂક્ષ્મત્વ પરમાણુ અને સ્કંધ બંનેનો પર્યાય છે, છતાં પણ એનું પરિગણન સ્પર્ધાદિની સાથે ન કરતાં શબ્દાદિની સાથે કર્યું છે, તે પ્રતિપક્ષી સ્થૂલત્વ પર્યાયની સાથે એના કથનનું ઔચિત્ય સમજીને. [૨૩-૨૪] હવે પુદગલના મુખ્ય પ્રકાર કહે છે :
: Wા રવા પુદ્ગલ પરમાણુરૂપ અને સ્કંધરૂપ છે.
વ્યક્તિરૂપે પુદ્ગલ દ્રવ્ય અનંત છે અને એની વિવિધતા પણ અપરિમિત છે. તથાપિ આગળનાં બે સૂત્રોમાં પૌગલિક પરિણામની ઉત્પત્તિનાં ભિન્ન ભિન્ન કારણ બતાવવાને માટે અહીંયાં તદુપયોગી પરમાણુ અને સ્કંધ બંને પ્રકાર સંક્ષેપમાં બતાવ્યા છે. સંપૂર્ણ પુદ્ગલરાશિ આ બે પ્રકારમાં સમાઈ જાય છે.
જે પુદ્ગલદ્રવ્ય કારણરૂપ છે, અને કાર્યરૂપ નથી, તે અંત્ય દ્રવ્ય કહેવાય છે. એવું દ્રવ્ય પરમાણુ છે, તે નિત્ય છે, સૂક્ષ્મ છે અને કોઈ પણ એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શથી યુક્ત છે. એવા પરમાણુ દ્રવ્યનું જ્ઞાન ઇદ્રિયેથી તે થઈ જ શકતું નથી. એનું જ્ઞાન આગમ અથવા અનુમાનથી સાધ્ય છે. પરમાણુનું અનુમાન, કાર્ય હેતુથી માનવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org