________________
ર૧૮
તાથ સૂત્ર
છે તથા
સલેબસ સેવ ધનસાપેક્ષ
વગાડવાના શંખ, બંસી આદિના શબ્દ, ૬. “સંઘર્ષ': લાકડી આદિને સંઘર્ષણથી થતા શબ્દ.
પરસ્પર આશ્લેષરૂપ બંધના પણ પ્રાયોગિક અને વૈઐસિક એવા બે ભેદ છે. જીવ અને શરીરને સંબંધ તથા લાકડી અને લાખો સંબંધ પ્રયત્નસાપેક્ષ હોવાથી પ્રાયગિકબંધ છે; વીજળી, મેઘ, ઈન્દ્રધનુષ આદિને પ્રયત્નનિરપેક્ષ પૌગલિક સંશ્લેષ વૈઋસિક બંધ છે. - સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વના અંત્ય તથા આપેક્ષિક એવા બે બે ભેદે છે. જે સૂક્ષ્મત્વ અને સ્કૂલત્વ બન્ને એક જ વસ્તુમાં અપેક્ષાભેદથી ઘટી ન શકે તે અંત્ય, અને જે ઘટી શકે તે આપેક્ષિક. પરમાણુઓનું સૂક્ષ્મત્વ અને જગદ્યાપી મહાત્કંધનું સ્થૂલત્વ અંત્ય છે, કેમ કે અન્ય પુગલેની અપેક્ષાએ પરમાણુઓમાં સ્થૂલત્વ અને મહાત્કંધમાં સૂક્ષ્મત્વ ઘટી શકતું નથી. કચણુક આદિ મધ્યવત સ્કંધનું સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વ બને આપેક્ષિક છે; જેમ આંબળાનું સૂક્ષ્મત્વ અને બીલાનું ભૂલત્વ. આંબળું બીલાથી નાનું હોવાથી એનાથી સૂક્ષ્મ છે અને બીજું આંબળાથી સ્થૂલ છે, પરંતુ તે આંબળું બારની અપેક્ષાએ સ્થૂલ પણ છે અને તે બીલું કેળા કરતાં સૂક્ષ્મ પણ છે. આ રીતે જેમ આપેક્ષિક હેવાથી એક જ વસ્તુમાં સ્થૂલત્વ અને સૂક્ષ્મત્વ બન્ને વિરુદ્ધ પર્યા. હાઈ શકે છે, તેમ અંત્યસૂક્ષ્મતત્વ અને સ્થૂલત્વ એક વસ્તુમાં હોઈ શકતાં નથી.
સંસ્થાન ઈચૅસ્વરૂપ અને અનિત્થવરૂપ બે પ્રકારનું છે. જે આકારની કેઈની સાથે તુલના કરી શકાય તે અત્યં ત્વરૂપ; અને જેની કેઈની સાથે તુલના ન કરી શકાય તે અનિત્યં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org