________________
અધ્યાય ૧ - સૂત્ર ર૩–૨૪ ર૧૭ કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ એટલે ચીકણે અને રૂક્ષ એટલે લૂખે. રસના પાંચ પ્રકાર છેઃ કડવો, તીખ, કષાય – તૂરો, ખાટો અને મીઠ, સુગંધ અને દુર્ગધ એ બે ગંધ છે. વર્ણ પાંચ છેઃ કાળે લીલે, લાલ, પીળો અને સફેદ. ઉક્ત પ્રકારથી સ્પર્શ આદિના કુલ વિશ ભેદ થાય છે. પરંતુ એમના પ્રત્યેકના સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભેદ તરતમભાવથી થાય છે. જે જે વસ્તુ મૃદુ હોય છે, તે બધાને મૃદુવમાં કાંઈને કાંઈ તારતમ્ય હોય છે જ. એ કારણથી સામાન્યરૂપે મૃદુત્વ સ્પર્શ એક હેવા છતાં પણ તેના તારતમ્ય પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અને અનંત સુધી ભેદો થઈ શકે છે; એ જ રીતે કઠિન આદિ અન્ય સ્પર્શીના વિષયમાં તથા રસ આદિ અન્ય પર્યાયના વિષયમાં સમજવું જોઈએ. ' શબ્દ એ કઈ ગુણ નથી; જેમ કે વૈશેષિક, નૈયાયિક આદિ માને છે. કિન્તુ તે ભાષાવર્ગણાના પુદ્ગલેને એક પ્રકારને વિશિષ્ટ પરિણામ છે. નિમિત્તભેદથી એને અનેક ભેદ કરાય છે. જે શબ્દ આત્માના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે, તે “પ્રયોગજ', અને જે કેઈના પ્રયત્ન સિવાય જ ઉત્પન્ન થાય છે, તે વૈઋસિક'. વાદળોની ગર્જના વૈઐસિક છે. પ્રાગજ શબ્દના છ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે: ૧. “ભાષા': મનુષ્ય આદિની વ્યક્તિ અને પશુપક્ષી આદિની અવ્યક્ત, એવી અનેકવિધ ભાષાઓ, ૨. “તત’: ચામડું લપેટાયું હોય એવા વાઘને એટલે કે મૃદંગ, પટલ આદિનો શબ્દ, ૩. “વિતતઃ તારવાળાં વિણા, સારંગી આદિ વાઘોને શબ્દ, ૪. “ઘન’: ઝાલર, ઘંટ આદિના શબ્દ, ૫. “સુષિરઃ ફૂકીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org