________________
અધ્યાય ૫- સૂર – ૨૨
૨૧૫
ઉપર ઉપકાર કરે છે. માલિક પૈસા આપી નોકરની પ્રતિ ઉપકાર કરે છે અને નોકર હિત અથવા અહિતનું કામ કરી માલિક ઉપર ઉપકાર કરે છે. આચાર્ય સત્કર્મને ઉપદેશ કરી એના અનુષ્ઠાન દ્વારા શિષ્યો ઉપર ઉપકાર કરે છે, અને શિષ્ય અનુકૂલ પ્રવૃત્તિ દ્વારા આચાર્ય ઉપર ઉપકાર કરે છે. [૧]
હવે કાર્ય દ્વારા કાળનું લક્ષણ કહે છે; वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य । २२ ।
વર્તના, પરિણામ, ક્રિયા અને પરવાપરત્વ એ કાળના ઉપકારે છે.
કાળને સ્વતંત્ર દ્રવ્ય માનીને અહીંયાં એના ઉપકાર બતાવ્યા છે. પોતપોતાના પર્યાયની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તમાન ધર્મ આદિ દ્રવ્યને નિમિત્તરૂપે પ્રેરણા કરવી એ વના કહેવાય છે. પિતાની જાતિને ત્યાગ કર્યા વિના થતા દ્રવ્યને અપરિસ્પંદરૂપ પર્યાય જે પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવસ્થાની ઉત્પત્તિરૂપે છે, એને પરિણામ સમજવો. આ પરિણામ જીવમાં જ્ઞાનાદિ તથા ક્રોધાદિ, પુદ્ગલમાં નીલ, પીત વર્ણાદિ અને ધર્માસ્તિકાય આદિ બાકીનાં દ્રવ્યોમાં અગુરુલઘુ ગુણની હાનિ-વૃદ્ધિરૂપ છે. ગતિ (પરિસ્પંદ) જ ક્રિયા છે. પરત્વ એટલે જયેષ્ઠત્વ અને અપરત્વ એટલે કનિષ્ઠત્વ. જો કે વર્તના આદિ કાર્ય યથાસંભવ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું જ છે, તથાપિ કાળ બધામાં નિમિત્તકરણ હોવાથી અહીંયાં તેનું કાળના ઉપકારરૂપે વર્ણન કર્યું છે. [૨]
કાળજી પા
લિમિનર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org