________________
ર૧૪
તત્વાર્થસૂત્ર આત્માના અનુગ્રાહક અર્થાત એના સામર્થ્યના ઉત્તેજક થાય છે તે દ્રવ્યમાન છે. એ રીતે આત્મા દ્વારા ઉદરમાંથી બહાર કાઢવામાં આવતો નિઃશ્વાસ વાયુ – પ્રાણ અને ઉદરની અંદર જતો ઉચશ્વાસ વાયુ – અપાન એ બન્ને પૌદ્ગલિક છે અને જીવનપ્રદ હોવાથી આત્માને અનુગ્રહકારી છે.
ભાષા, મન, પ્રાણ અને અપાન એ બધાને વ્યાઘાત અને અભિભવ દેખાય છે. એથી તે શરીરની માફક પૌગલિક જ છે. જીવન પ્રીતિરૂપ પરિણામ એ સુખ છે, જે સાતવેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય, ક્ષેત્ર આદિ બાહ્ય કારણથી ઉત્પન્ન થાય છે. પરિતાપ એ જ દુ:ખ છે. તે અસાતવેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય આદિ બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
આયુષકર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણ અને અપાનનું ચાલુ રહેવું એ જીવિત છે, અને પ્રાણાપાનને ઉચછેદ થવો એ મરણ છે. આ બધા સુખ, દુઃખ આદિ પર્યાય જીવોમાં ઉત્પન્ન થાય છે ખરા, પરંતુ તે પુદ્ગલે દ્વારા ઉત્પન્ન થાય છે. એથી તે છોના પ્રતિ પુદ્ગલના ઉપકાર મનાય છે. [૧૯-૨૦] હવે કાર્ય દ્વારા જીવનું લક્ષણ કહે છે:
परस्परोपग्रहो जीवानाम् । २१ ।
પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું એ જીવને ઉપકાર છે.
આ સૂત્રમાં જીના પારસ્પરિક ઉપકારનું વર્ણન છે. એક જીવ હિત અથવા અહિતના ઉપદેશ દ્વારા બીજા જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org