________________
૨૧૨
તવાર્થસૂત્ર રૂપે એકસરખું નજરે પડે છે, તે કોઈ પણ રીતે ઘટી નહિ શકે. કેમ કે અનંત પુદ્ગલ અને અનંત જીવ
વ્યકિતઓ પણ અનંતપરિમાણ વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સંચાર કરશે; તેથી તે એવાં પૃથફ થઈ જશે કે એમનું ફરીથી મળવું અને નિયત સૃષ્ટિરૂપે નજરે આવી પડવું અસંભવિત નહિ તો કઠિન તે જરૂર થશે. આ કારણથી ઉપરનાં ગતિશીલ દ્રવ્યની ગતિમર્યાદાને નિયંત્રિત કરતા તત્ત્વને સ્વીકાર જેને દર્શન કરે છે. એ જ તત્ત્વ ધર્માસ્તિકાય કહેવાય છે. ગતિમર્યાદાના નિયામકરૂપે ઉપરના તત્વને સ્વીકાર કર્યા પછી પણ એ જ દલીલથી સ્થિતિમર્યાદાના નિયામકરૂપે અધર્માસ્તિકાય તત્ત્વને સ્વીકાર પણ જૈનદર્શન કરે છે.
પૂર્વ, પશ્ચિમ આદિ વ્યવહાર જે દિગદ્રવ્યનું કાર્ય મનાય છે, તેની ઉપપત્તિ આકાશની દ્વારા થઈ શકવાને લીધે દિગદ્રવ્યને આકાશથી જુદું માનવાની જરૂર નથી. પરંતુ ધર્મઅધર્મ દ્રવ્યનું કાર્ય આકાશથી સિદ્ધ થઈ શકતું નથી. કેમ કે આકાશને ગતિ અને સ્થિતિનું નિયામક માનતાં તે અનંત અને અખંડ હોવાથી જડ તથા ચેતન દ્રવ્યને પિતાનામાં સર્વત્ર ગતિ અને સ્થિતિ કરતાં રોકી નહિ શકે. અને એમ થવાથી નિયત દશ્યાદશ્ય વિશ્વના સંસ્થાનની અનુપત્તિ થઈ જશે. એથી ધર્મ-અધર્મ દ્રવ્યને આકાશથી જુદું-સ્વતંત્ર માનવું એ ન્યાયપ્રાપ્ત છે. જ્યારે જડ અને ચેતન ગતિશીલ જ છે, ત્યારે મર્યાદિત આકાશ ક્ષેત્રમાં તેમની ગતિ નિયામક સિવાય જ પિતાના સ્વભાવથી માની શકાતી નથી. એથી ધર્મઅધર્મ દ્રવ્યનું અસ્તિત્વ યુક્તિસિદ્ધ છે. [૧–૧૮].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org