SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
212 The Tattvarthasutra appears uniform in form and cannot be diminished in any way. This is because infinite particles (pudgala) and infinite sentient beings (jiva) will communicate without being confined to the infinite spatial field; thus they become such that their coming together again and appearing in a fixed creation will not be impossible but certainly difficult. For this reason, the principle that governs the motion limit of the dynamic substance is accepted, which is known as dharmastikaya. After accepting this principle as the regulator of motion limit, Jain philosophy also accepts the adharmastikaya principle as the regulator of spatial limit based on the same argument. The dealings of the east, west, and so on, which are considered the work of directional substances (digdravya), do not necessitate considering these directional substances as separate from space because their existence is facilitated by space. However, the functioning of dharma and adharma substances cannot be established through space. This is because, recognizing space as the regulator of motion and position, it cannot restrain the inert and sentient substances from moving and being in a state everywhere due to its limitless and indivisible nature. Such an event would lead to the absence of the fixed establishment of the determined visible and invisible world. Therefore, it is justifiable to consider dharma and adharma substances as separate and independent from space. When both inert and sentient substances are dynamic, their motion cannot be attributed to anything other than their innate nature within a limited spatial field. Hence, the existence of dharma and adharma substances is logically established. [1-18].
Page Text
________________ ૨૧૨ તવાર્થસૂત્ર રૂપે એકસરખું નજરે પડે છે, તે કોઈ પણ રીતે ઘટી નહિ શકે. કેમ કે અનંત પુદ્ગલ અને અનંત જીવ વ્યકિતઓ પણ અનંતપરિમાણ વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સંચાર કરશે; તેથી તે એવાં પૃથફ થઈ જશે કે એમનું ફરીથી મળવું અને નિયત સૃષ્ટિરૂપે નજરે આવી પડવું અસંભવિત નહિ તો કઠિન તે જરૂર થશે. આ કારણથી ઉપરનાં ગતિશીલ દ્રવ્યની ગતિમર્યાદાને નિયંત્રિત કરતા તત્ત્વને સ્વીકાર જેને દર્શન કરે છે. એ જ તત્ત્વ ધર્માસ્તિકાય કહેવાય છે. ગતિમર્યાદાના નિયામકરૂપે ઉપરના તત્વને સ્વીકાર કર્યા પછી પણ એ જ દલીલથી સ્થિતિમર્યાદાના નિયામકરૂપે અધર્માસ્તિકાય તત્ત્વને સ્વીકાર પણ જૈનદર્શન કરે છે. પૂર્વ, પશ્ચિમ આદિ વ્યવહાર જે દિગદ્રવ્યનું કાર્ય મનાય છે, તેની ઉપપત્તિ આકાશની દ્વારા થઈ શકવાને લીધે દિગદ્રવ્યને આકાશથી જુદું માનવાની જરૂર નથી. પરંતુ ધર્મઅધર્મ દ્રવ્યનું કાર્ય આકાશથી સિદ્ધ થઈ શકતું નથી. કેમ કે આકાશને ગતિ અને સ્થિતિનું નિયામક માનતાં તે અનંત અને અખંડ હોવાથી જડ તથા ચેતન દ્રવ્યને પિતાનામાં સર્વત્ર ગતિ અને સ્થિતિ કરતાં રોકી નહિ શકે. અને એમ થવાથી નિયત દશ્યાદશ્ય વિશ્વના સંસ્થાનની અનુપત્તિ થઈ જશે. એથી ધર્મ-અધર્મ દ્રવ્યને આકાશથી જુદું-સ્વતંત્ર માનવું એ ન્યાયપ્રાપ્ત છે. જ્યારે જડ અને ચેતન ગતિશીલ જ છે, ત્યારે મર્યાદિત આકાશ ક્ષેત્રમાં તેમની ગતિ નિયામક સિવાય જ પિતાના સ્વભાવથી માની શકાતી નથી. એથી ધર્મઅધર્મ દ્રવ્યનું અસ્તિત્વ યુક્તિસિદ્ધ છે. [૧–૧૮]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy