________________
અધ્યાય - ૨૪ ૧૨-૧૬ પરિમિત રહે છે. વિકાસની મર્યાદા કાકાશ સુધીની જ માનવામાં આવી છે; એનાં બે કારણ બતાવી શકાય છે. પહેલું તે એ કે જીવના પ્રદેશ એટલા જ છે કે, જેટલા લોકાકાશના છે. અધિકમાં અધિક વિકાસદશામાં જીવને એક પ્રદેશ આકાશના એક પ્રદેશને વ્યાપીને રહી શકે છે, બે અથવા અધિકને નહિ. આથી સર્વોત્કૃષ્ટ વિકાસદશામાં પણ કાકાશના બહારના ભાગને તે વ્યાપ્ત કરી શકતું નથી. બીજું કારણ એ છે કે વિકાસ એ ગતિનું કાર્ય છે અને ગતિ ધર્માસ્તિકાય સિવાય હેઈ શકતી નથી. એ કારણથી લેકાકાશની બહાર જીવને ફેલાવાને પ્રસંગ જ આવતું નથી.
પ્ર – અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં શરીરધારી અનંત જી કેવી રીતે સમાઈ શકે છે ?
ઉ–સૂક્ષ્મભાવમાં પરિણમેલા હોવાથી નિગદશરીરથી વ્યાપ્ત એક જ આકાશક્ષેત્રમાં સાધારણ શરીરી અનંત જીવ એક સાથે રહે છે. તથા મનુષ્ય આદિના એક દારિક શરીરની ઉપર તથા અંદર અનેક સંમૂર્ણિમ જીવોની સ્થિતિ જોવામાં આવે છે. એ કારણે કાકાશમાં અનંતાનંત જીવોને સમાવેશ વિરુદ્ધ નથી.
જે કે પુદ્ગલદ્રવ્ય અનંતાનંત અને મૂર્ત છેતથાપિ લેકાકાશમાં એ સમાવાનું કારણ એ છે કે પુદગલમાં સૂક્ષ્મત્વરૂપે પરિણત થવાની શક્તિ છે. આવું પરિણમન જ્યારે થાય છે ત્યારે એક જ ક્ષેત્રમાં એક બીજાને વ્યાઘાત કર્યા વિના અનંતાનંત પરામાણુ અને અનંતાનંત સ્કંધ સ્થાન પ્રાપ્ત કરી શકે છે: જેમ એક જ સ્થાનમાં હજારે દીવાઓને પ્રકાશ વ્યાઘાત વિના જ સમાઈ શકે છે. પુદ્ગલદ્રવ્ય મૂર્તિ હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org