________________
૨૦૮
તરવાથસૂત્ર ધર્માસ્તિકાય આદિ દ્રવ્યની માફક જીવ દ્રવ્ય પણ અમૂર્ત છે. તે પછી એકનું પરિમાણ વધતું-ઘટતું નથી અને બીજાનું કેમ વધે ઘટે છે? આ પ્રશ્નનો ઉત્તર સ્વભાવભેદ સિવાય બીજું કાંઈ નથી. જીવતત્વને સ્વભાવ જ એવો છે કે તે નિમિત્ત મળતાં જ પ્રદીપની જેમ સંકોચ અને વિકાસને પ્રાપ્ત કરે છે. જેમ ખુલ્લી જગ્યામાં રાખેલા પ્રદીપને પ્રકાશ અમુક પરિમાણ હોય છે, પરંતુ એને જ્યારે એક કોટડીમાં રાખવામાં આવે છે ત્યારે એનો પ્રકાશ કોટડીના જેટલે જ બની જાય છે, પછી એને એક કુંડા નીચે રાખીએ તે તે કુંડાની અંદરના ભાગને જ પ્રકાશિત કરે છે, લેટાની નીચે રાખીએ તે એને પ્રકાશ એટલે જ થઈ જાય છે, તેમ – એ પ્રદીપની માફક છવદ્રવ્ય પણ સંકોચ—વિકાસશીલ છે. એથી તે જ્યારે જ્યારે જે નાના અથવા મેટા શરીરને ધારણ કરે છે ત્યારે ત્યારે તે શરીરના પરિમાણ પ્રમાણે એના પરિમાણમાં સંકે વિકાસ થાય છે.
અહીંયાં એ પ્રશ્ન થાય છે કે જે જીવ સંકેચસ્વભાવના કારણથી માને છે ત્યારે તે કાકાશના અસંખ્યાત પ્રદેશરૂપ અસંખ્યાતમા ભાગથી નાના ભાગમાં અર્થાત આકાશના એક પ્રદેશ ઉપર અથવા બે, ચાર, પાંચ આદિ પ્રદેશ ઉપર કેમ સમાઈ શકતું નથી ? એ જ રીતે જે એનો સ્વભાવ વિકસિત થવાનું હોય તે તે વિકાસ દ્વારા સંપૂર્ણ લકાકાશની માફક એકાકાશને વ્યાપ્ત કેમ નથી કરતો ? એને ઉત્તર એ છે કે, સંકેચની મર્યાદા કાર્મણ શરીર ઉપર નિર્ભર છે. કોઈ પણ કાર્માણ શરીર અંગુલાસંખ્યાત ભાગથી નાનું થઈ શકતું નથી; એથી જીવનું સંકેચકાર્ય પણ ત્યાં સુધી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org