________________
૨૦૬
તત્ત્વાર્થસૂત્ર
પુદ્દગલ દ્રવ્યના સૌથી મોટામાં મોટા સ્કંધ જેને અચિત્ત મહાસ્ક ધ કહે છે અને જે અનંતાનંત અણુઓના બનેલા હાય છે, તે પણ અસંખ્યાતપ્રદેશ લાકાકાશમાં જ સમાય છે,
જૈનદર્શનમાં આત્માનું પરિમાણુ આકાશની માફક વ્યાપક નથી અને પરમાણુની માફક અણુ પશુ નથી, કિન્તુ મધ્યમ પરિમાણુ માનવામાં આવે છે; જો કે બધા આત્માઓનું મધ્યમ પરિમાણ પ્રદેશસ ંખ્યાની દૃષ્ટિએ સમાન છે, છતાં પણ બધાની લંબાઈ-પહેાળાઈ આદિ એકસરખાં પણ નથી. એથી પ્રશ્ન થાય છે કે જીવ દ્રવ્યનું આધારક્ષેત્ર આખામાં એન્ડ્રુ અને અધિકમાં અધિક કેટલું માનવામાં આવે છે? આ પ્રશ્નના ઉત્તર અહીંયાં એ આપ્યા છે કે એક જીવનું આધારક્ષેત્ર લાકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈ ને સંપૂર્ણ લાકાકાશ સુધી હોઈ શકે છે, જો કે લેાકાકાશ અસંખ્યાત પ્રદેશ પરિમાણ છે, તે પણ અસંખ્યાત સંખ્યાના પણ અસંખ્યાત પ્રકારા હાવાથી લેાકાકાશના એવા અસંખ્યાત ભાગાની કલ્પના કરી શકાય છે કે જે અંશુલાસ'ધ્યેય ભાગ પરિમાણ હોય છે. આટલે નાના એક ભાગ પણ અસંખ્યાતપ્રદેશાત્મક જ હાય છે. એ એક ભાગમાં કોઈ એક જીવ રહી શકે છે. એટલા એટલા એ ભાગમાં પણ રહી શકે છે. એ રીતે એક એક ભાગ વધતાં વધતાં આખરના સ` લેાકમાં પણ એક જીવ રહી શકે છે. અર્થાત્ જીવ દ્રવ્યનું નાનામાં નાનુ આધારક્ષેત્ર અંશુલાસ ધ્યેય ભાગ પરિમાણુ લાકાકાશને ખંડ હેાય છે, જે સમગ્ર લોકાકાશને એક અસંખ્યાતમા ભાગ જ હોય છે. એ જીવનુ કાળાન્તરે, અથવા એ જ સમયે બીજા જીવન, કંઈક માટુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org