________________
અધ્યાય ૫-સૂત્ર ૧૨–૧૬
ર૦૫ આધારનું પરિમાણ વિકલ્પ – અનેક રૂપે બતાવવામાં આવ્યું છે. કોઈ પુદ્ગલ કાકાશના એક પ્રદેશમાં, તે કઈ બે પ્રદેશમાં રહે છે. એ રીતે કેક પુદ્ગલ અસંખ્યાતપ્રદેશપરિમિત
કાકાશમાં પણ રહે છે. સારાંશ એ છે કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશની સંખ્યા આધેયભૂત પુદ્ગલદ્રવ્યના પરિમાણુની સંખ્યાથી ન્યૂન અથવા એની બરાબર હોઈ શકે છે, અધિક નહિ. એથી જ એક પરમાણુ એકસરખા આકાશપ્રદેશમાં સ્થિત રહે છે; પરંતુ શ્રવણુક એક પ્રદેશમાં પણ રહી શકે છે અને એમાં પણ એ રીતે ઉત્તરોત્તર સંખ્યા વધતાં વધતાં વ્યક, ચતુરણુક એમ સંખ્યાતાણુક સ્કંધ એક પ્રદેશ, બે પ્રદેશ, ત્રણ પ્રદેશ એમ સંખ્યાત પ્રદેશ સુધીના ક્ષેત્રમાં રહી શકે છે; સંખ્યાતાણુક દ્રવ્યની સ્થિતિને માટે અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રની આવશ્યકતા હોતી નથી. અસંખ્યાતણુક સ્કંધ એક પ્રદેશથી લઈ અધિકમાં અધિક પિતાની બરોબરના અસંખ્યાત સંખ્યાવાળા પ્રદેશના ક્ષેત્રોમાં રહી શકે છે. અનંતાણુક અને અનંતાનંતાણુક સ્કંધ પણ એક પ્રદેશ, બે પ્રદેશ ઇત્યાદિ ક્રમથી વધતાં વધતાં સંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. એની સ્થિતિને માટે અનંત પ્રદેશાત્મક ક્ષેત્રની જરૂર નથી.
૧. બે પરમાણુઓનો બનેલો સ્કંધ – અવયવી –“ઢયણુક” કહેવાય છેત્રણ પરમાણુઓને સકંધ “વ્યક” કહેવાય છે. એ રીતે ચાર પરમાણુઓને “ચતુરણક” સંખ્યાત પરમાણુઓને સંખ્યાતામુક, અસંખ્યાતને “અસંખ્યાતાક અનંતને અનંતાણુક અને અનંતાનંત પરમાણુઓનો બનેલે સ્કંધ અનંતાનંતાણુક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org