________________
અધ્યાય ૫-સૂત્ર ૧૨-૧૬
૨૦૩
ધર્મ અને અધર્મ દ્રવ્યની સ્થિતિ સમગ્ર લકાકાશમાં છે.
પુદ્ગલદ્રવ્યની સ્થિતિ લેકાકાશના એક પ્રદેશઆદિમાં વિકલ્પ એટલે અનિયત રૂપે હોય છે.
જીવની સ્થિતિ લેકના અસંખ્યાતમા ભાગાદિમાં હોય છે.
કેમ કે પ્રદીપની માફક એમના પ્રદેશને સંકેચ અને વિસ્તાર થાય છે.
જગત પાંચ અસ્તિકાય રૂ૫ છે. એથી પ્રશ્ન થાય છે કે આ પાંચ અસ્તિકાયોને આધાર-સ્થિતિક્ષેત્ર શું છે ? શું એમને આધાર એમનાથી ભિન્ન એવું બીજું કોઈ દ્રવ્ય છે? અથવા એ પાંચમાંથી કેઈ એક દ્રવ્ય બાકીનાં દ્રવ્યોનો આધાર છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આકાશ એ જ આધાર છે અને બાકીનાં બધાં દ્રવ્ય આધેય છે. આ ઉત્તર વ્યવહારદષ્ટિએ સમજવો જોઈએ; નિશ્ચયદષ્ટિએ નહિ. બધાં દ્રવ્ય પ્રતિષ્ઠ અર્થાત્ પિતપોતાના સ્વરૂપમાં સ્થિત છે; કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં તાત્વિકદષ્ટિથી રહી શક્ત નથી. હવે એ પ્રશ્ન થાય છે કે જેમ ધર્માદિ ચારે દ્રવ્યોને આધાર વ્યવહારદષ્ટિએ આકાશ માનવામાં આવે છે તે રીતે આકાશનો આધાર શું છે? આનો ઉત્તર એ જ છે કે આકાશને કેાઈ બીજું દ્રવ્ય આધારરૂપ નથી. કેમ કે એનાથી મોટા પરિમાણવાળું અથવા એની બરાબર પરિમાણવાળું બીજું કોઈ તત્ત્વ જ નથી. એથી વ્યવહારદૃષ્ટિએ અને નિશ્ચયદષ્ટિએ આકાશ સ્વપ્રતિષ્ઠ જ છે. આકાશને બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org