________________
અધ્યાય પસૂત્ર ૭-૧૧
૨૦૧
પુદ્ગલ અને બીજા દ્રવ્યાની વચમાં એટલા તફાવત છે કૈ પુદ્ગલના પ્રદેશ પેાતાના ધથી જુદા જુદા થઈ શકે છે, પરન્તુ બીજા ચાર દ્રવ્યોના પ્રદેશ પોતપોતાના ધથી અલગ થઈ શકતા નથી; કેમ કે પુદ્ગલથી ભિન્ન ચારે દ્રવ્યો અમૃત છે, અને અમૂર્તના સ્વભાવ ખંડિત ન થવુ એ છે. પુદ્ગલ દ્રવ્ય મૂત છે, મૂર્તીના ખંડ પણ હેાઈ શકે છે; કેમ કે સશ્લેષ અને વિશ્લેષ દ્વારા ભેગા થવાની તથા છૂટા થવાની શક્તિ મૂ દ્રવ્યામાં દેખાય છે. આ તફાવતના કારણથી પુદ્ગલસ્ક ધના નાના મોટા બધા શાને અવયવ કહે છે. અવયવના અથ જુદા થતા અંશ એવા છે.
2
જો કે પરમાણુ પણ પુદ્ગલ દ્રવ્ય હેવાના કારણથી મૂર્ત છે. તેા પણ તેના વિભાગ થઈ શકતા નથી, કેમ કે તે આકાશના પ્રદેશની જેમ પુદ્ગલને નાનામાં નાના અંશ છે; પરમાણુનું જ પરિમાણ સૌથી નાનામાં નાનું પરિમાણ છે; એથી તે માત્ર અવિભાજ્ય અંશ છે.
અહીંયાં પરમાણુના ખંડ એટલે કે અશ થતા નથી એમ જે કહ્યુ` છે, તે દ્રવ્યવ્યક્તિરૂપે; પરન્તુ પર્યાયરૂપે નહિ. પર્યાયરૂપે તે એના પણ અજ્ઞાની કલ્પના કરવામાં આવી છે; કેમ કે એક જ પરમાણુવ્યક્તિમાં વર્ણ, ગંધ, રસ આદિ અનેક પર્યાય છે. તે બધા એ દ્રવ્યના ભાવરૂપ અંશ જ છે. એથી એક પરમાણુવ્યક્તિના પણ ભાવપરમાણુ અનેક માનવામાં આવે છે.
પ્રધર્મ આદિના પ્રદેશ અને પુગલના પરમાણુ વચ્ચે શા તફાવત છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org