________________
તરવાથસૂત્ર અણુ-પરમાણુને પ્રદેશ હોતા નથી.
ધર્મ અધર્મ આદિ ચાર અજીવ અને જીવ એ પાંચ દ્રવ્યો માટે “કાય' શબ્દ વાપરી પહેલાં એ સૂચિત કર્યું છે કે પાંચ દ્રવ્ય અસ્તિકાય અર્થાત પ્રદેશ પ્રચયરૂપ છે; પરંતુ એ પ્રદેશની વિશેષ સંખ્યા પહેલાં બતાવી નથી. તે સંખ્યા અહીંયાં બતાવવામાં આવી છે.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ પ્રત્યેક દ્રવ્યના પ્રદેશ અસંખ્યાત છે. પ્રદેશને અર્થ એક એવો સૂક્ષ્મ અંશ છે કે, જેના બીજા અંશેની કલ્પના સર્વશની બુદ્ધિથી પણ થઈ શકતી નથી; એવા અવિભાજ્ય સૂક્ષ્માંશને નિરંશ અંશ પણ કહે છે. ધર્મ, અધર્મ એ બન્ને દ્રવ્ય એક એક વ્યક્તિરૂપ છે, અને એમના પ્રદેશ–અવિભાજ્ય અંશ અસંખ્યાત, અસંખ્યાત છે; એમ કહેવાથી એ ફલિત થાય કે ઉક્ત બને દ્રવ્ય એક એવા અખંડ કંધરૂપ છે કે જેના અસંખ્યાત અવિભાજ્ય સૂક્ષ્મ અંશ ફક્ત બુદ્ધિથી કલ્પિત કરી શકાય છે, તે વસ્તુભૂત સ્કંધથી અલગ કરી શકાતા નથી.
જીવ દ્રવ્ય વ્યક્તિરૂપે અનંત છે. પ્રત્યેક જીવ વ્યક્તિ એક અખંડ વસ્તુ છે, જે ધર્માસ્તિકાયની માફક અસંખ્યાત પ્રદેશપરિમાણ છે.
આકાશ દ્રવ્ય બીજાં બધાં દ્રવ્યોથી મોટો સ્કંધ છે; કેમકે તે અનંતપ્રદેશપરિમાણ છે.
પુદ્ગલદ્રવ્યના સ્કંધ ધર્મ, અધર્મ આદિ બીજા ચાર દ્રવ્યોની માફક નિયતરૂપ નથી. કેમ કે કઈ પુદ્ગલકંધ સંખ્યાત
યો પ્રદેશનો હોય છે, કેઈ અસંખ્યાત પ્રદેશને, કેઈ અનંત પ્રદેશને અને કેઈ અનંતાનંત પ્રદેશનો પણ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org