________________
૧૮૪
તત્ત્વાર્થસૂત્ર બ્રહ્મલેક એ જ કાતિક દેવેનું આલયનિવાસસ્થાન છે.
સારસ્વત, આદિત્ય, વલિન, અરુણ, ગર્દય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ એ લેકાતિક છે.
લોકાંતિક દેવો વિષયરતિથી રહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે. તેઓ પરસ્પર નાના મોટા ન હોવાથી બધા સ્વતંત્ર છે અને તીર્થકરના નિષ્ક્રમણ એટલે કે ગૃહત્યાગના સમયે એમની સામે ઊભા રહી “વુ ગુરુ શબ્દ દ્વારા પ્રતિબોધ કરવાના પિતાના આચારનું પાલન કરે છે. તે બ્રહ્મલેક નામના પાંચમા સ્વર્ગની ચારે બાજુની દિશાઓવિદિશાઓમાં રહે છે; બીજે ક્યાંય રહેતા નથી. તે બધા ત્યાંથી ચુત થઈ મનુષ્યજન્મ લઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.
દરેક દિશા, દરેક વિદિશા અને મધ્યભાગમાં એકએક જાતિ વસવાના કારણે એમની કુલ નવ જાતિઓ છે. જેમ કે, પૂર્વોત્તર એટલે કે ઈશાન ખૂણામાં સારસ્વત, પૂર્વમાં આદિત્ય, પૂર્વદક્ષિણ એટલે અગ્નિ ખૂણામાં વહિ, દક્ષિણમાં અરુણ, દક્ષિણપશ્ચિમમાં એટલે નૈઋત્ય ખૂણામાં ગર્દય, પશ્ચિમમાં તુષિત, પશ્ચિમેત્તર એટલે વાયવ્ય ખૂણામાં અવ્યાબાધ, ઉત્તરમાં મફત અને વચમાં અરિષ્ટ નામના લોકાંતિક દે રહે છે. એમનાં સારસ્વત આદિ નામ વિમાનના નામથી પ્રસિદ્ધ દિગંબર સંપ્રદાયમાં આ સૂત્રને અંતિમ ભાગ વાધારિષ્ટા
એ પાઠ છે તેથી અહીં સ્પષ્ટ રીતે અરિષ્ટ નામ જ ફલિત થાય છે, રિષ્ટ નહિ; તેમ જ મરુતનું વિધાન પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org