________________
અધ્યાય ૫- સુગર કરવું તે અવસ્થિતત્વ છે. જેમ જીવતત્વ પિતાના કવ્યાત્મક સામાન્યરૂપને અને ચેતનાત્મક વિશેષરૂપને ક્યારે પણ છોડતું નથી, એ તેનું નિત્યત્વ છે, અને ઉક્તસ્વરૂપને છોડ્યા વિના પણ તે અજીવતત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત કરતું નથી એ એનું અવસ્થિતત્વ છે. સારાંશ એ છે કે પિતાના સ્વરૂપને ત્યાગ ન કરવો અને પારકાના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું એ બને અંશ-ધર્મ બધાં દ્રવ્યમાં સમાન છે; એમાંથી પહેલે અંશ નિત્યત્વ અને બીજો અંશ અવસ્થિતત્વ કહેવાય છે. દ્રવ્યના નિત્યત્વકથનથી જગતની શાશ્વતતા સૂચિત થાય છે અને અવસ્થિતત્વના કથનથી એમનો પરસ્પર સંકર—મિશ્રણ થત નથી એમ સૂચવાય છે; અર્થાત તે બધાં દ્રવ્યો પરિવર્તનશીલ હોવા છતાં પણ પિતાપિતાના સ્વરૂપમાં સ્થિત છે અને એક સાથે રહેતાં છતાં પણ એક બીજાના સ્વભાવ–લક્ષણથી અસ્કૃષ્ટ રહે છે. એથી જ આ જગત અનાદિનિધન પણ છે અને એનાં મૂળતત્ત્વોની સંખ્યા પણ એકસરખી રહે છે.
પ્ર—ધર્માસ્તિકાય આદિ અજીવ પણ જે દ્રવ્ય છે અને તત્ત્વ પણ છે તે પછી એમનું કેઈ ને કોઈ સ્વરૂપ અવશ્ય માનવું પડશે; તે પછી એમને અરૂપી કેમ કહ્યાં ?
ઉ૦–અહીંયાં અરૂપિત્વને અર્થ સ્વરૂપનિષેધ નથી, સ્વરૂપ તે ધર્માસ્તિકાય આદિ તને પણ અવશ્ય હોય છે; અને એમને જે કઈ સ્વરૂપ જ ન હોય તે તો તે અશ્વશૃંગની માફક વસ્તુ તરીકે જ સિદ્ધ ન થાય. અહીંયાં અરૂપિત્વના કથનથી રૂપ એટલે કે મૂર્તિને નિષેધ કર્યો છે. રૂપને અર્થ અહીંયાં મૂર્તિ જ છે. રૂપ આદિ સંસ્થાના પરિણામને અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સમુદાયને “મૂતિ કહે છે;
ત-૧૩
Jain Education International
wal
For Private & Personal Use Only
www.jainelibrary.org