________________
૧૧
તત્વાર્થસૂત્ર
રિત્રિકાળ ર ૬ ઉક્ત દ્રવ્ય નિત્ય છે, સ્થિર છે અને અરૂપી છે. પુદ્ગલ રૂપી એટલે કે મૂર્તિ છે.
ઉક્ત પાંચમાંથી આકાશ સુધીનાં દ્રવ્ય એક એક છે.
અને નિષ્ક્રિય છે.
ધમસ્તિકાય આદિ પાંચે દ્રવ્ય નિત્ય છે અર્થાત તે પિતપોતાના સામાન્ય તથા વિશેષરૂપથી કદાપિ પણ ચુત થતાં નથી. પાંચે સ્થિર પણ છે, કેમ કે એમની સંખ્યામાં કક્યારે પણ ઓછાવત્તાપણું થતું નથી. અરૂપી દ્રવ્ય તે ધર્મા સ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર જ છે; પરંતુ પુગલ દ્રવ્ય અરૂપી નથી. સારાંશ એ છે કે, નિત્યત્વ તથા અવસ્થિતત્વ એ બને પાંચે દ્રવ્યોનું સાધમ્ય છે; પરંતુ અરૂપિત પુદ્ગલને છેડીને બાકીનાં ચાર દ્રવ્યનું સાધમ્ય છે.
પ્ર. – નિત્યત્વ અને અવસ્થિતત્વના અર્થમાં શો તફાવત છે ?
ઉ – પિતા પોતાના સામાન્ય તથા વિશેષ સ્વરૂપથી સ્મૃત ન થવું એ નિત્યત્વ છે, અને પિતા પોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં પણ બીજા તત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત ન
૧. ભાષ્યમમા મારા” એવો સંધિરહિત પાઠ છે, દિગબરીય પરંપરામાં તે સૂત્રમાં જ એવો સંધિરહિત પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org