________________
તત્વાર્થસૂત્ર
અજીવ એ જીવનું વિરોધી ભાવાત્મક તત્ત્વ છે. તે માત્ર અભાવાત્મક નથી.
ધર્મ આદિ ચાર અજીવ તને મસ્તિય કહેવાને અભિપ્રાય એ છે કે, તે તત્ત્વ માત્ર એક પ્રદેશરૂપ અથવા એક અવયવરૂપ નથી કિન્તુ પ્રચય એટલે કે સમૂહરૂપ છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે તે પ્રદેશ પ્રચયરૂપ છે અને પુદ્ગલ અવયવરૂપ તથા અવયવપ્રચયરૂપ છે.
અજીવ તત્ત્વનાં ભેદોમાં કાળની ગણના કરી નથી; કેમ કે કાળ તસ્વરૂપ છે કે નહિ એ વિષયમાં મતભેદ છે. જે આચાર્ય એને તત્ત્વ માને છે તે પણ તેને ફક્ત પ્રદેશાત્મક માને છે, પ્રદેશ પ્રચયરૂપ નહિ. એથી એમના મતે પણ અસ્તિકાની સાથે કાળને ગણ યુક્ત નથી; અને જે આચાર્ય કાળને સ્વતંત્ર તત્ત્વ માનતા નથી તેમના મતે તે તત્ત્વના ભેદોમાં કાળની ગણના થાય જ શી રીતે ?
પ્ર–શું ઉપરનાં ચારે અજીવતો બીજાં દર્શનને પણ માન્ય છે?
ઉ–નહિ, આકાશ અને પુદગલ એ બને તો તે વૈશેષિક, ન્યાય, સાંખ્ય આદિ દર્શનેને પણ માન્ય છે, પરંતુ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય એ બને તો જૈનદર્શન સિવાય બીજું કઈ પણ દર્શન માનતું નથી, જૈનદર્શન જેને આકાશાસ્તિકાય કહે છે, તેને બીજાં દર્શને આકાશ કહે છે. પુદગલાસ્તિકાય એ સંજ્ઞા પણ ફક્ત જૈનશાસ્ત્રમાં જ પ્રસિદ્ધ છે. બીજા દર્શનમાં એ તત્ત્વને સ્થાને પ્રકૃતિ, પરમાણુ આદિ શબ્દોનો ઉપયોગ થાય છે. [૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org