________________
અધ્યાય-૫.
બીજાથી ચોથા અધ્યાય સુધીમાં જીવતત્ત્વનું નિરૂપણ કર્યું છે. હવે આ અધ્યાયમાં અજીવતત્ત્વનું નિરૂપણ થાય છે.
પ્રથમ અછવના ભેદ કહે છેઃ अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः । १।
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાર્ય છે.
નિરૂપણપદ્ધતિના નિયમ પ્રમાણે પહેલું લક્ષણ અને પછી ભેદનું કથન કરવું જોઈએ; એમ છતાં પણ સૂત્રકારે અજીવતત્વનું લક્ષણ બતાવ્યા વિના એના ભેદોનું કથન કર્યું છે. એમ કરવાનું કારણ એ છે કે, અજીવનું લક્ષણ છવના લક્ષણથી જ જાણું જવાય છે. એને જુદું કહેવાની ખાસ જરૂર નથી; કારણ કે અ + જીવ જે જીવ નહિ તે અજીવ. ઉપગ એ જીવનું લક્ષણ છે, તો જેમાં ઉપયોગ ન હોય તે તત્ત્વ મળી; અર્થાત્ ઉપયોગને અભાવ અજીવનું લક્ષણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org