SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫. બીજાથી ચોથા અધ્યાય સુધીમાં જીવતત્ત્વનું નિરૂપણ કર્યું છે. હવે આ અધ્યાયમાં અજીવતત્ત્વનું નિરૂપણ થાય છે. પ્રથમ અછવના ભેદ કહે છેઃ अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः । १। ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાર્ય છે. નિરૂપણપદ્ધતિના નિયમ પ્રમાણે પહેલું લક્ષણ અને પછી ભેદનું કથન કરવું જોઈએ; એમ છતાં પણ સૂત્રકારે અજીવતત્વનું લક્ષણ બતાવ્યા વિના એના ભેદોનું કથન કર્યું છે. એમ કરવાનું કારણ એ છે કે, અજીવનું લક્ષણ છવના લક્ષણથી જ જાણું જવાય છે. એને જુદું કહેવાની ખાસ જરૂર નથી; કારણ કે અ + જીવ જે જીવ નહિ તે અજીવ. ઉપગ એ જીવનું લક્ષણ છે, તો જેમાં ઉપયોગ ન હોય તે તત્ત્વ મળી; અર્થાત્ ઉપયોગને અભાવ અજીવનું લક્ષણ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy