________________
અધ્યાય ૪- સૂત્ર ૨૭
થયાં છે. અહીં એટલી વિશેષતા જાણી લેવી જોઈએ કે આ બને સૂત્રોના મૂળ ભાષ્યમાં કાંતિક દેવના આઠ જ ભેદો બતાવ્યા છે, દિગંબર સૂત્રપાઠ પ્રમાણે પણ આઠ જ સંખ્યા જણાય છે, તેમાં મરુતને ઉલ્લેખ નથી. અલબત્ત, ઠાણાંગ આદિ સૂત્રોમાં નવ ભેદ દેખાય છે; (ઉત્તમ ચરિત્રમાં તે દશ ભેદોને પણ ઉલ્લેખ છે) તેથી એમ જણાય છે કે મૂળસૂત્રમાં “માતો પાઠ પ્રક્ષિપ્ત થયેલ છે. [૨૫-૨૬] હવે અનુત્તર વિમાનના દેવનું વિશેષત્વ કહે છે:
વિનવિહુ ત્રિરમા ર૭ | વિજયાદિમાં દેવ, વિચરમ-ફક્ત બે વાર મનુષ્ય જન્મ ધારણ કરવાવાળા હોય છે.
અનુત્તર વિમાનના પાંચ પ્રકાર છે. એમાંથી વિજય વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનમાં જે દે રહે છે, તે દિચરમ હોય છે. અર્થાત તે અધિકમાં અધિક બે વાર મનુષ્યજન્મ ધારણ કરી મોક્ષ પામે છે. એને ક્રમ આ પ્રમાણે છે : ચાર અનુત્તર વિમાનથી ચુત થયા પછી મનુષ્યજન્મ, એ જન્મની પછી અનુત્તર વિમાનમાં દેવ જન્મ, ત્યાંથી પાછો મનુષ્યજન્મ અને તે જ જન્મમાં મેક્ષ. પરંતુ સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવો ફક્ત એક જ વાર મનુષ્યજન્મ લે છે, તે એ વિમાનથી શ્યત થયા પછી મનુષ્યત્વ ધારણ કરી એ જન્મમાં જ મોક્ષ પ્રાપ્ત કરે છે. અનુત્તરવિમાનવાસી સિવાય બીજા કેઈ પણ પ્રકારના દેવા માટે કાંઈ નિયમ નથી; કેમ કે કેઈક તે એક જ વાર મનુષ્યજન્મ લઈ મોક્ષ પામે છે, કે બે વાર, કોઈ ત્રણ વાર, કેઈ ચાર વાર અને કોઈ એથી પણ અધિક વાર જન્મ ધારણ કરે છે. [૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org