________________
અધ્યાય ૪- સૂત્ર ૨૧૨૨
પેદા થાય છે; આવું અભિમાન, કષાય છે હેવાથી ઉપરઉપરના દેવોમાં ઉત્તરોત્તર ઓછું જ હોય છે.
સૂત્રમાં કહી નથી એવી બીજી પણ પાંચ બાબતો દેના સંબંધમાં જાણવા જેવી છે. ૧. ઉચ્છવાસ, ૨. આહાર, ૩. વેદના, ૪. ઉપપાત અને ૫. અનુભાવ.
- ૧. કાસ: જેમ જેમ દેવેની સ્થિતિ વધતી જાય છે, તેમ તેમ ઉચ્છવાસનું કાલમાન પણ વધતું જાય છે. જેમ કે, દશ હજાર વર્ષના આયુષવાળા દેવને એક એક ઉવાસ સાત સાત સ્તોકપરિમાણ કાળમાં થાય છે, એક પલ્યોપમના આયુષવાળા દેવને ઉચ્છવાસ એક દિવસમાં એક જ હોય છે, સાગરોપમના આયુષવાળા દેવોના વિષયમાં એ નિયમ છે કે જેનું આયુષ જેટલા સાગરોપમનું હોય તેને એક એક ઉચ્છવાસ તેટકેટલા પખવાડિયે થાય છે.
૨. સર: એના સંબંધમાં એવો નિયમ છે કે દશ હજાર વર્ષના આયુષવાળા દેવે એક એક દિવસ વચમાં છેડીને આહાર લે છે; પલ્યોપમના આયુષવાળા દે દિનપૃથકુત્વની પછી આહાર લે છે; સાગરોપમના આયુષવાળા દેવા માટે એવો નિયમ છે કે જેનું આયુષ જેટલા સાગરોપમનું હોય તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે. - ૩. વેરના સામાન્ય રીતે દેવને સાત – સુખ વેદના જ હોય છે, ક્યારેક અસાત – દુખ વેદના થઈ જાય તો તે, અંતર્મુહૂર્તથી વધારે સમય સુધી રહેતી નથી. સાત વેદના
૧. પૃથફ શબ્દને બેથી માંડી નવની સંખ્યા સુધી વ્યવહાર થાય છે.
-૧ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org