________________
તાવાર્થસૂત્ર માફક આંખ અને એ વસ્તુનું યોગ્ય સન્નિધાન જોઈએ. આથી પટુક્રમમાં સૌથી પ્રથમ અર્થાવગ્રહ માન્ય છે.
મંદકમિક જ્ઞાનધારામાં વ્યંજનાવગ્રહને સ્થાન છે, અને પટુક્રમિક જ્ઞાનધારામાં નથી. એથી એ પ્રશ્ન થાય છે કે વ્યંજનાવગ્રહ કઈ કઈ ઇન્દ્રિયોથી થાય છે અને કઈ કઈથી નહિ. આનો ઉત્તર પ્રસ્તુત સૂત્રમાં આવે છે. નેત્ર અને મનથી વ્યંજનાવગ્રહ થતું નથી, કેમ કે એ બન્ને સંયોગ વિના જ માત્ર એગ્ય સન્નિધાનથી અથવા અવધાનથી પિતપિતાના ગ્રાહ્ય વિષયોને જાણે છે. આ કેણ જાણતું નથી કે દૂર દૂર રહેલાં વૃક્ષ, પર્વત આદિને નેત્ર ગ્રહણ કરે છે અને મન સુદૂરવર્તી વસ્તુનું પણ ચિંતન કરે છે; આથી નેત્ર તથા મન અપ્રાયકારી મનાય છે. અને એનાથી ઉત્પન્ન થતી જ્ઞાનધારાને પહુક્રમિક કહી છે. કર્ણ, જિદુવા, ઘાણ અને સ્પર્શન એ ચાર ઇંદ્રિય મંદઝમિક જ્ઞાનધારાનું કારણ છે, કેમ કે એ ચારે પ્રાયકારી અર્થાત્ ગ્રાહ્ય વિષય સાથે સંયુક્ત થઈને જ એમને ગ્રહણ કરે છે. એ સૌ કોઈને અનુભવ છે કે જ્યાં સુધી શબ્દ કાનમાં ન પડે, સાકર જીભને ન અડકે, પુષ્પનાં રજકણ નાકમાં ન પિસે અને પાણી શરીરને ન અડકે
ત્યાં સુધી શબ્દ નહિ સંભળાય, સાકરને સ્વાદ નહિ આવે, કૂલની સુગંધ નહિ જણાય અને પાણી ઠંડું છે કે ગરમ એની ખબર નહિ પડે.
પ્ર–મતિજ્ઞાનના કુલ કેટલા ભેદ થયા? ઉ૦-૩૩૬. પ્ર--કેવી રીતે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org