________________
અધ્યાય ૩- સૂત્ર કે
૧૪૯ નારાની સ્થિતિ : દરેક ગતિના જીવોની સ્થિતિઆયુમર્યાદા જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારની બતાવવામાં આવી છે. જેનાથી ઓછું ન હોઈ શકે તે જઘન્ય અને જેનાથી અધિક ન હોઈ શકે તે ઉત્કૃષ્ટ. આ જગ્યાએ નારકેની ફક્ત ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન છે. જઘન્ય સ્થિતિ આગળ બતાવવામાં આવશે. પહેલીમાં એક સાગરોપમની, બીજીમાં ત્રણની, ત્રીજીમાં સાતની, ચોથીમાં દસની, પાંચમીમાં સત્તરની, છઠ્ઠીમાં બાવીસની અને સાતમીમાં તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
અહીં સુધી સામાન્ય રીતે અધોલેકનું વર્ણન પૂરું થાય છે. એમાં બે બાબતે ખાસ જાણી લેવી જોઈએઃ ગતિઆગતિ અને દીપ–સમુદ્ર આદિને સંભવ.
મતિઃ અસંસી પ્રાણી મરીને પહેલી ભૂમિમાં ઉત્પન્ન થઈ શકે છે, આગળ નહિ; ભુજપરિસર્ષ પહેલી બે ભૂમિ સુધી, પક્ષી ત્રણ ભૂમિ સુધી, સિંહ ચાર ભૂમિ સુધી, ઉરગ પાંચ ભૂમિ સુધી, સ્ત્રી છ ભૂમિ સુધી અને મત્સ્ય તથા મનુષ્ય મરીને સાત ભૂમિ સુધી જઈ શકે છે. સારાંશ કે તિર્યંચ અને મનુષ્ય જ નરક ભૂમિમાં પેદા થઈ શકે છે, દેવ અને નારક નહિ; કારણ કે એમનામાં એવા અધ્યવસાયને અભાવ છે. નારક મરીને ફરી તરત જ નરક ગતિમાં પેદા થતું નથી; અને તરત જ દેવગતિમાં પણ પેદા થતો નથી, એ ફક્ત તિર્યંચ અને મનુષ્ય ગતિમાં પેદા થઈ શકે છે.
૧. જુઓ આ
સૂત્ર ૪૩-૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org