________________
અધ્યાય ૪- સૂત્ર ૬ ૧૪પ બારે દેવલોકમાં અનેક પ્રકારના વૈમાનિક દેવ પણ ઇંદ્ર, સામાનિક આદિ ભાગમાં વિભક્ત છે. | વ્યંતરનિકાયના આઠ અને જ્યોતિષ્કનિકાયના પાંચ ભેદે ફક્ત ૮ આદિ આઠ વિભાગમાં જ વિભક્ત છે; કેમ કે એ બને નિકામાં ત્રાયશ્ચિંશ અને લેકપાલની જાતિના દેવો હેતા નથી. [૪-૫]
ઇદ્રોની સંખ્યાનો નિયમ કહે છે ? પૂર્વજો દ્વારા દા
પહેલા બે નિકામાં બે બે ઇંદ્ર છે. ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશે પ્રકારના દેવામાં તથા વ્યંતરનિકાયના કિન્નર આદિ આઠ પ્રકારના દેવામાં બે બે ઇદ્ર છે. જેમ કે, ચમર અને બલિ અસુર કુમારેમાં, ધરણ અને ભૂતાનંદ નાગકુમારેમાં, હરિ અને હરિસહ વિઘુકુમારોમાં, વેણુદેવ અને વેણુદારી સુપર્ણકુમારેમાં, અગ્નિશિખ અને અગ્નિમાણવ અગ્નિકુમારમાં, વેલંબ અને પ્રભંજન વાયુકુમારમાં, સુષ અને મહાઘોષ સ્વનિતકુમારેમાં, જલકાંત અને જલપ્રભ ઉદધિકુમારેમાં, પૂર્ણ અને વાસિષ્ઠ દ્વીપકુમારોમાં તથા અમિતગતિ અને અમિતવાહન દિકકુમારિમાં ઇદ્ર છે. એ રીતે વ્યંતરનિકામાં પણ, કિન્નરમાં કિન્નર અને કિંગુરુષ, કિંપુરુષોમાં સતપુરુષ અને મહાપુરુષ, મહેરગમાં અતિકાય અને મહાકાય, ગાંધમાં ગીતરતિ અને ગીતયશ, યક્ષોમાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસોમાં ભીમ અને મહાભીમ, ભૂતોમાં પ્રતિરૂપ અને અને અપ્રતિરૂપ તથા પિશાચેમાં કાળ અને મહાકાળ એમ બે બે ઈકો છે.
ત-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org