________________
૧૫
અધ્યાય ૪- સૂત્ર ૧૧-૨૦ દિશામાં સિંહાકૃતિ, દક્ષિણ દિશામાં ગજાગૃતિ, પશ્ચિમ દિશામાં બળદરૂપધારી અને ઉત્તર દિશામાં અશ્વરૂપધારી દેવ વિમાનની નીચે જોડાઈને બ્રમણ કર્યા કરે છે. [૧૪]
મનુષ્યલેકમાં મુહૂર્ત, અહેરાત્ર, પક્ષ, માસ, આદિ; અતીત, વર્તમાન આદિ: સંખેય, તથા અસંખેય આદિ રૂપે અનેક પ્રકારને કાળવ્યવહાર થાય છે; એની બહાર નહિ. મનુષ્યલકની બહાર જે કઈ કાળવ્યવહાર કરવાવાળું હોય અને એવો વ્યવહાર કરે તે પણ તે મનુષ્યલેકમાં પ્રસિદ્ધ વ્યવહાર પ્રમાણે જ; કેમ કે વ્યાવહારિક કાળવિભાગનો મુખ્ય આધાર માત્ર નિયત ક્રિયા છે. આવી ક્રિયા સૂર્ય, ચંદ્ર આદિ
જ્યોતિકોની ગતિ જ છે; ગતિ પણ સર્વ તિષ્કમાં સર્વત્ર હેતી નથી, ફક્ત મનુષ્યલોકમાં વર્તતા તિષ્કમાં જ હોય છે. એથી માનવામાં આવે છે કે કાળને વિભાગ
તિષ્ઠોની વિશિષ્ટ ગતિ ઉપર જ નિર્ભર છે. દિન, રાત, પક્ષ આદિ જે સ્થૂલસ્થૂલ કાળવિભાગ છે તે સૂર્ય આદિ
તિષ્કની નિયત ગતિ ઉપર અવલંબિત હોવાથી એનાથી જાણી શકાય છે; સમય, આવલિકા આદિ સૂક્ષ્મ કાળવિભાગ એનાથી જાણી શકાતું નથી. અમુક નિયત સ્થાનમાં જે સૂર્યનું પ્રથમ દર્શન થાય છે અને અમુક સ્થાનમાં છે તેનું અદર્શન થાય છે તે ઉદયાત છે. એ ઉદયાસ્ત વચ્ચેની સૂર્યની ક્રિયાથી દિવસને વ્યવહાર થાય છે. આ રીતે જ સૂર્યના અસ્તથી તે ઉદય સુધીની ક્રિયાથી રાતનો વ્યવહાર થાય છે. દિન અને રાતને ત્રીસમો ભાગ મુહૂર્ત છે, પંદર દિન, રાત એ પણ કહેવાય છે, બે પક્ષનો માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુ અયન, બે અયનનું વર્ષ, પાંચ વર્ષોનો યુગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org