________________
૧૭૪
તત્વાર્થસૂત્ર ચાર એજનની ઊંચાઈ ઉપર બુધ ગ્રહ, બુધથી ત્રણ જન ઊંચે શુક્ર, શુક્રથી ત્રણ યોજન ઊંચે ગુરુ, ગુરુથી ત્રણ જન ઊંચે મંગળ અને મંગળથી ત્રણ યોજન ઊંચે શનૈશ્ચર છે. અનિયતચારી તારા જ્યારે સૂર્યની નીચે ચાલે છે, ત્યારે તે સૂર્યની નીચે દશ એજનપ્રમાણ જ્યોતિષ ક્ષેત્રમાં ચાલે છે, જ્યોતિષ-પ્રકાશમાન વિમાનમાં રહેવાને કારણે સૂર્ય આદિ
તિષ્ક કહેવાય છે. એ બધાના મુકુટોમાં પ્રભામંડલ જેવું ઉજજવલ સૂર્યાદિના મંડળ જેવું ચિહ્ન હોય છે. સૂર્યને સૂર્યમંડળના જેવું, ચંદ્રને ચંદ્રમંડળના જેવું અને તારાને તારામંડળના જેવું ચિહ્ન હોય છે. [૧૩]
૨ ચોતિ: માનુષોત્તર નામના પર્વત સુધી મનુષ્યલેક છે, એ વાત પહેલાં કહેવાઈ ગઈ છે. એ મનુષ્યલોમાં જે તિષ્ક છે, તે સદા ભ્રમણ કરે છે. એમનું ભ્રમણ મેરુની ચારે બાજુએ થાય છે. મનુષ્યલોકમાં કુલ સૂર્ય અને ચંદ્ર એકસો બત્રીસ એકસો બત્રીસ છે. જેમ કે જબુદીપમાં બે બે, લવણ સમુદ્રમાં ચાર ચાર, ધાતકીખંડમાં બાર બાર, કાલોદધિમાં બેંતાલીસ બેંતાલીસ અને પુષ્કરમાં બોતેર બેતર સૂર્ય તથા ચંદ્ર છે. એક એક ચંદ્રને પરિવાર અઠ્ઠાવીશ નક્ષત્ર, અડ્યાશી ગ્રહ, અને છાસઠ હજાર નવસો ને પંચોતેર કટાકેટિ તારાઓ છે. જે કે લેકમર્યાદાના સ્વભાવથી જ તિષ્ક વિમાન સદાયે પિતાની જાતે જ ફરે છે, તથાપિ વિશિષ્ટ સમૃદ્ધિ પ્રગટ કરવાને માટે અને આભિયોગ્ય-સેવક નામકર્મના ઉદયથી ક્રીડાશીલ કેટલાક દે એ વિમાનને ઉપાડીને ફરે છે. પૂર્વ
૧. જુઓ અ૦ ૩, સૂ૦ ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org