________________
૧૭ર
તવાથસૂત્ર વર્ધમાન–શરાવની જોડીનું, ઉદધિકુમારને મકરનું, દ્વીપકુમારને સિંહનું અને દિકકુમારેને હાથીનું ચિહ્ન હોય છે. નાગકુમાર
આદિ બધાએાનાં ચિહ્ન, એમના આભરણમાં હોય છે. બધાનાં વસ્ત્ર, શસ્ત્ર, ભૂષણ આદિ વિવિધ હેય છે. [૧૧]
ચંતરના મેટ્ર-કમે બધા વ્યંતર દેવો ઊર્ધ્વ, તિરછા અને નીચે ત્રણે લેકમાં ભવન અને આવાસમાં વસે છે. તે પિતાની ઈચ્છાથી અથવા બીજાની પ્રેરણાથી ભિન્નભિન્ન જગ્યાએ જાય છે. એમાંથી કેટલાક તો મનુષ્યોની પણ સેવા કરે છે. તે વિવિધ પ્રકારના પહાડોમાં, ગુફાઓ તથા વનના આંતરાઓમાં વસવાના કારણથી વ્યંતર કહેવાય છે. એમાંથી કિનર નામના વ્યંતરના દશ પ્રકાર છે. જેમકે, કિંમર, લિંપુરુષ, કિં પુરુષોત્તમ, કિંનત્તમ, હૃદયંગમ, રૂપશાલી, અનિંદિત, મનોરમ, રતિપ્રિય અને રતિષ્ઠ. કિં પુરુષ નામના વ્યંતરના દશ પ્રકાર છે. જેમ કે, પુરુષ, પુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરુત, મેરુપ્રભ અને યશસ્વાન. મહારગના દશ પ્રકાર આ પ્રમાણે છેઃ ભુજગ, ભોગશાલી, મહાકાય, અતિકાય. સ્કંધશાલી, મનેરમ, મહાવેગ, મહેષ્વક્ષ, મેરુકાંત, અને ભાસ્વાન. ગાંધર્વના બાર પ્રકાર આ પ્રમાણે છે: હાહા, હૃદુ, તંબુરવ, નારદ, ઋષિવાદિક, ભૂતવાદિક, કાદંબ, મહાકાદંબ, રૈવત, વિશ્વાવસુ, ગીતરતિ અને ગીતયશસૂ. યક્ષોના તેર પ્રકાર આ પ્રમાણે છે: પૂર્ણભદ્ર, માણિભદ્ર,
તભદ્ર, હરિભક, સુમનભદ્ર, વ્યતિપાતિકભદ્ર, સુભદ્ર, સર્વતેભદ્ર, મનુષ્યયક્ષ, વનાધિપતિ, વનાહાર, રૂપયક્ષ અને યક્ષોત્તમ. રાક્ષસના સાત પ્રકાર આ પ્રમાણે છે: ભીમ, મહાભીમ, વિન, વિનાયક, જળરાક્ષસ, રાક્ષસરાક્ષસ અને બ્રહ્મરાક્ષસ. ભૂતોના
ભદ્ર, હરિભકાવનાહાર, નામ, મહાભીમ વિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org