________________
૧૭૬
તત્વાર્થસૂત્ર ઇત્યાદિ અનેક પ્રકારને લૌકિક કાળવિભાગ સૂર્યની ગતિક્રિયાથી કરવામાં આવે છે. જે ક્રિયા ચાલુ હોય તે વર્તમાનકાળ, જે થવાની છે તે અનાગતકાળ અને જે થઈ ચૂકી છે તે અતીતકાળ. જે કાળ ગણતરીમાં આવી શકે તે સંખ્યય, જે ગણતરીમાં નથી આવી શકતો પણ ફક્ત ઉપમાન દ્વારા જાણી શકાય છે તે અસંખ્યય, જેમ કે, પલ્યોપમ, સાગરેપમ આદિ; અને જેનો અંત નથી તે અનંત. [૧૫]
રિચર ક્યોતિ : મનુષ્યલકની બહારનાં સૂર્ય આદિતિષ્ક વિમાન સ્થિર છે. કેમ કે એમનાં વિમાન સ્વભાવથી એક જગ્યાએ જ કાયમ રહે છે. અહીંતહીં ભમતા નથી. આ કારણથી એમની લેશ્યા અને એમને પ્રકાશ પણ એક રૂપે સ્થિર છે; અર્થાત્ ત્યાં રાહુ આદિની છાયા ન પડવાથી
જ્યોતિષ્કનો સ્વાભાવિક પીળો રંગ જેમને તેમ રહે છે, અને ઉદય અસ્ત ન હોવાથી લક્ષ જનપરિમાણ પ્રકાશ પણ એકસરખે સ્થિર રહે છે. [૧૬].
વૈમાનિ : ચતુર્થનિકાયના દેવ વૈમાનિક કહેવાય છે. એમનું વૈમાનિક એ નામ માત્ર પારિભાષિક છે; કેમ કે વિમાનથી ચાલતા એવા તો બીજા નિકાયના દેવ પણ હોય છે.
વૈમાનિકના કલ્પપપન્ન અને કલ્પાતીત એવા બે ભેદ હોય છે. જે કલ્પમાં રહે છે, તે કલ્પપપન્ન અને જે કલ્પની બહાર રહે છે તે કલ્પાતીત કહેવાય છે. આ બધા વૈમાનિક એક સ્થાનમાં હોતા નથી, કે તીરછા પણ હતા નથી; કિન્તુ એક બીજાની ઉપર ઉપર રહેલા હોય છે. [૧૮–૧૯]
કલ્પના સૌધર્મ, ઐશાન આદિ બાર ભેદ છે. એમાંથી સૌધર્મ કલ્પ જ્યોતિશ્ચક્રની ઉપર અસંખ્યાત જન ચડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org