________________
અધ્યાય ૪ સૂત્ર-ર૧-૨૨
૧૭૭
પછી મેના દક્ષિણ ભાગથી ઉપલક્ષિત આકાશપ્રદેશમાં રહેલે છે. એની ઉપર કિન્તુ ઉત્તરની બાજુએ ઐશાનકલ્પ છે. સૌધર્મકલ્પની બહુ ઉપર સમશ્રેણીમાં સાનકુમાર કલ્પ છે, અને ઐશાનની ઉપર સમશ્રેણીમાં મહેંદ્ર કલ્પ છે. આ બેની વચ્ચે, કિન્તુ ઉપર બ્રહ્મલેક કલ્પ છે; એની ઉપર ક્રમથી લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ત્રણ કપ એક બીજાની ઉપર ઉપર છે. એમની ઉપર સૌધર્મ અને ઐશાનની માફક આનત અને પ્રાણત એ બે કલ્પ છે. એમની ઉપર સમશ્રેણીમાં સાનકુમાર અને માહેદ્રની માફક આરણ અને અય્યત કલ્પ છે. આ કલ્પોની ઉપર અનુક્રમે નવ વિમાન ઉપરઉપર છે. તે પુરુષાકૃતિ લેકના ગ્રીવાસ્થાનીય ભાગમાં હોવાથી શૈવેયક કહેવાય છે. એમની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ વિમાન છે. તે સૌથી ઉત્તર પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે. સૌધર્મથી અચુત સુધીના દેવો કલ્પપપન્ન અને એમની ઉપરના બધા દેવે કલ્પાતીત કહેવાય છે. કલ્પપપત્રમાં સ્વામી સેવકભાવ છે, પરંતુ કલ્પાતીતમાં નથી, ત્યાં તે બધા ઈંદ્ર જેવા હેવાથી “અહમિંદ્ર કહેવાય છે. મનુષ્યલેકમાં કેઈ નિમિત્તથી જવાનું થાય તો કલ્પપપન્ન દેવ જ જાય-આવે છે. કલ્પાતીત પિતાના સ્થાનને છોડી ક્યાંય જતા નથી. [૨૦]
હવે કેટલીક બાબતોમાં દેવોની ઉત્તરોત્તર અધિકતા અને હીનતા કહે છે :
स्थितिप्रभावमुखद्युतिलेश्याविशुद्धीन्द्रियाऽवधिવિષયતા : ૨૨.
તિરારિબfમાન હીના રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org