________________
અધ્યાય ૪- સૂત્ર ૧૧- ૨૦
વૈજયંત, જયંત, અપરાજિત તથા સર્વાર્થસિદ્ધમાં એમને નિવાસ છે.
રવિધ સંવનપત્તિ : દશે પ્રકારના ભવનપતિ જંબુદ્વીપમાં આવેલા સુમેરુ પર્વતની નીચે એના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તીરછા અનેક કટાકેટિ લક્ષ જન સુધી રહે છે. અસુરકુમાર મોટે ભાગે આવાસોમાં અને ક્યારેક ભવનમાં વસે છે, તથા નાગકુમાર આદિ બધા મોટે ભાગે ભવનમાં જ વસે છે. રત્નપ્રભાને પૃથ્વીપિંડમાંથી ઊંચે, નીચે એક એક હજાર જન છેડી દઈને વચલા એક લાખ અઠ્ઠોતેર હજાર યોજનપરિમાણ ભાગમાં આવા દરેક જગ્યાએ છે; પરતુ ભવને તે રત્નપ્રભામાં નીચે નેવું હજાર જનપરિમાણ ભાગમાં જ હોય છે. આવાસ મેટા મંડપ જેવા હોય છે અને ભવન નગર જેવાં હોય છે. ભવન બહારથી ગેળ, અંદરથી સમચતુષ્ક અને તળિયે પુષ્કરકર્ણિકા જેવાં હોય છે.
બધા ભવનપતિ, કુમાર એટલા માટે કહેવાય છે કે તેઓ કુમારની માફક જોવામાં મનોહર તથા સુકુમાર હેય છે; અને મૃદુ, મધુરગતિવાળા તથા ક્રીડાશીલ હોય છે. દશે પ્રકારના ભવનપતિનાં ચિહ્ન આદિ સ્વરૂપ સંપત્તિ જન્મથી જ પિતપોતાની જાતિમાં જુદી જુદી હોય છે. જેમ કે અસુર કુમારને મુકુટમાં ચૂડામણિનું ચિહ્ન હોય છે. નાગકુમારોને નાગનું, વિઘુકુમારને વજનું, સુપર્ણકુમારને ગરુડનું, અગ્નિકુમારને ઘડાનું, વાયુકુમારેને અશ્વનું, સ્તનિકકુમારને
૧. “સંગ્રહણીમાં ઉદધિકુમારને અશ્વનું અને વાયુમારને મકરનું ચિહ્ન લખ્યું છે, ગા. ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org