________________
૧૬૮
તરવાથસૂત્ર
સ્વર્ગ સુધી જ દેવીઓની ઉત્પત્તિ છે. એની ઉપર નથી; એથી જ્યારે તેઓ ત્રીજા આદિ ઉપરના સ્વર્ગમાં રહેતા દેને વિષયસુખને માટે ઉત્સુક અને તે માટે તેઓને પોતા તરફ આદરશીલ જાણે છે, ત્યારે ઉપરના દેવોની પાસે પહોંચી જાય છે. ત્યાં પહોંચતાંની સાથે જ એના હાથ આદિને માત્ર સ્પર્શથી ત્રીજા-ચોથા સ્વર્ગના દેવેની કામતૃપ્તિ થઈ જાય છે; એમના શણગારસજિજત મનોહર રૂપને જોઈને જ પાંચમા-છઠ્ઠા સ્વર્ગના દેવોની કામલાલસા પૂર્ણ થઈ જાય છે, આ રીતે એમના સુંદર સંગીતમય શબ્દને સાંભળીને જ સાતમા-આઠમા સ્વર્ગના દેવ વૈષયિક આનંદને અનુભવ કરી લે છે. દેવીઓ આઠમા સ્વર્ગ સુધી જ પહોંચી શકે છે, આગળ નહિ. નવમાથી બારમા સ્વર્ગના દેવની કામસુખતૃપ્તિ ફક્ત દેવીઓના ચિતન માત્રથી જ થઈ જાય છે. બારમા સ્વર્ગથી ઉપરના દેવ શાંત અને કામલાલસા રહિત હોય છે; એથી એમને દેવીઓના સ્પર્શ, રૂપ, શબ્દ અથવા ચિંતન દ્વારા કામસુખ ભોગવવાની અપેક્ષા રહેતી નથી; અને તેમ છતાયે તે અન્ય દેવાથી અધિક સંતુષ્ટ અને અધિક સુખી હોય છે. તેનું કારણ સ્પષ્ટ છે. જેમ જેમ કામવાસનાની પ્રબળતા, તેમ તેમ ચિત્તને કલેશ અધિક; તથા જેમ જેમ ચિત્તને કલેશ અધિક તેમ તેમ તેને મટાડવા માટે વિષયભેગ પણ અધિકાધિક જોઈએ. બીજા સ્વર્ગ સુધીના દેવેની અપેક્ષાએ ત્રીજા, ચોથાની અને તેમની અપેક્ષાએ પાંચમ, છઠ્ઠાની એ રીતે ઉપરઉપરના સ્વર્ગના દેવેની કામવાસના મંદ હોય છે; એથી એમના ચિત્તસંક્લેશની માત્રા પણ કમ હોય છે, તેથી જ એમના કામભોગનાં સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org