________________
૧૫૬
' તરવાથસૂત્ર ઘાતજીવંર અને પુજારી: જંબૂદ્વીપની અપેક્ષાએ ધાતકીખંડમાં મેરુ, વર્ષ અને વર્ષધરની સંખ્યા બમણી છે; અર્થાત એમાં બે મેરુ, ચૌદ વર્ષ અને બાર વર્ષધર છે, પરંતુ નામ એકસરખાં જ છે. તાત્પર્ય કે જંબૂઢીપમાં આવેલા મેરુ, વર્ષધર અને વર્ષનાં જે નામ છે, તે જ ધાતકીખંડમાં આવેલા મેર આદિનાં છે. વલયાકૃતિ ધાતકીખંડના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધ એવા બે ભાગ છે. પૂર્વ અને પશ્ચિમાદ્ધને વિભાગ બે પર્વતથી થઈ જાય છે; તે દક્ષિણથી ઉત્તર ફેલાયેલા છે અને ઈષ્પાકાર – બાણની સમાન સરળ છે. પ્રત્યેક ભાગમાં એક એક મેરુ, સાત સાત વર્ષ અને છ છ વર્ષધર છે. સારાંશ એ છે કે નદી, ક્ષેત્ર, પર્વત આદિ જે કાંઈ જબૂદીપમાં છે, તે ધાતકીખંડમાં બમણાં છે. ધાતકીખંડન પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્ક રૂપે વિભક્ત કરતાં દક્ષિણથી ઉત્તર ફેલાયેલા ઈષ્પાકાર –બાણના આકારના બે પવત છે; તથા પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધમાં પૂર્વથી પશ્ચિમ ફેલાયેલા છ છ વર્ષધર પર્વત છે, તે બધા એક બાજુએ કાલેદધિને સ્પર્શ કરે છે અને બીજી બાજુએ લવણોદધિને સ્પર્શ કરે છે. પૂર્વ અને પશ્ચિમાર્કમાં રહેલા છ છ વર્ષધોને પૈડાની નાભિમાં લાગેલા આરાની ઉપમા આપવામાં આવે, તે એ વર્ષધરેના કારણે વિભક્ત થયેલાં સાત ભરત આદિ ક્ષેત્રોને આરાની વચમાં રહેલા અંતરની ઉપમા આપવી જોઈએ.
મેર, વર્ષ અને વર્ષધરેની જે સંખ્યા ધાતકીખંડમાં છે, તે જ પુષ્કરાદ્ધદ્વીપમાં છે. એટલે કે એમાં પણ બે મેરુ, ચૌદ વર્ષ તથા બાર વર્ષધર છે. તે બાણકાર પર્વતેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org