________________
અધ્યાય ૩- સૂગ ૭-૧૮
૧૫૭
વિભક્ત થયેલા પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્કમાં રહેલા છે. આ રીતે સરવાળો કરતાં અઢીદ્વીપમાં કુલ પાંચ મેરુ, ત્રીશ વર્ષધર, પાંત્રીસ ક્ષેત્રો, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ મહાવિદેહની એકસો સાઠ વિજય અને પાંચ ભરત તેમ જ પાંચ ઐરાવતના બસે પંચાવન “આર્યદેશ” છે. અંતરીપ ફક્ત લવણસમુદ્રમાં હોવાથી છપ્પન છે. પુષ્કરદ્વીપમાં એક “માનુષત્તર” નામને પર્વત છે, તે એની ઠીકઠીક મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ગોળાકાર ઊભો છે અને મનુષ્યલેકને ઘેરે છે. જબુદીપ, ધાતકીખંડ અને અર્ધા પુષ્કરદ્વીપ એ અઢીદ્વીપ તથા લવણ અને કાલેદધિ એ બે સમુદ્ર એટલે જ ભાગ “મનુષ્યલેક” કહેવાય છે. ઉક્ત ભાગનું નામ મનુષ્યલેક અને ઉક્ત પર્વતનું નામ માનુષેત્તર એટલા માટે પડયું છે કે, એની બહાર કઈ મનુષ્ય જન્મ લેતો નથી અને કોઈ મરતું નથી. ફક્ત વિદ્યાસંપન્ન મુનિ અથવા વૈક્રિયલબ્ધિધારી કઈ મનુષ્ય અઢીદીપની બહાર જઈ શકે છે, પરંતુ એમાં પણ જન્મ, મરણ માનુષોત્તરની અંદર જ થાય છે. [૧૨ – ૧૩] - મનુષ્યનાતિનું સ્થિતિક્ષેત્ર અને પ્રર : માનુષત્તરની પૂર્વે જે
અઢીઠીપ અને બે સમુદ્ર કહ્યા છે, એમાં માણસની સ્થિતિ છે. પરંતુ એને એ અર્થ નથી કે દરેક જગ્યાએ છે. એનો ભાવાર્થ એ છે કે જન્મથી તે મનુષ્યજાતિનું સ્થાન ફક્ત અઢીદ્વીપથી અંદર રહેલાં જે પાંત્રીસ ક્ષેત્રો અને છપ્પન અંતરીપ કહ્યાં છે એમાં છે; પરંતુ સંહરણ, વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી મનુષ્ય અઢીદ્વીપના તથા બે સમુદ્રના કઈ પણ ભાગમાં દેખાય છે; એટલું જ નહિ પણ મેરુપર્વતની ચૂલિકા – ચોટલી ઉપર પણ તે ઉક્ત નિમિત્તથી રહી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org