________________
૧૫૮
તત્વાર્થસૂત્ર એમ હોવા છતાં પણ તેઓ ભારતીય છે, તેઓ હૈમવતીય છે ઈત્યાદિ વ્યવહાર તેમના ક્ષેત્રના સંબંધથી અને તેઓ જંબુદ્વીપીય છે, તેઓ ધાતકીખંડીય છે ઈત્યાદિ વ્યવહાર તેમના દ્વીપના સંબંધથી સમજ જોઈએ. [૧૪].
મનુષ્યજાતિના મુખ્યપણે બે ભાગ છે : “આર્ય” અને લૈ૭.” નિમિત્તભેદથી છ પ્રકારના આર્ય માનવામાં આવે છે. જેમ કે, ક્ષેત્રથી, જાતિથી, કુલથી, કર્મથી, શિલ્પથી અને ભાષાથી. “ક્ષેત્રઆર્ય” તે છે જે પંદર કર્મભૂમિઓમાં અને એમાંય પણ આદેશમાં પેદા થાય છે. જે ઈક્વાકુ, વિદેહ, હરિ જ્ઞાત, કુરુ, ઉગ્ર આદિ વંશમાં પેદા થાય છે, તે જાતિઆર્ય' કહેવાય છે. કુલકર, ચક્રવત, બળદેવ, વાસુદેવ, અને બીજા પણ જે વિશુદ્ધ, કુળવાળા છે, તે “કુળઆર્ય' છે. યજન, યાજન, પઠન, પાઠન, કૃષિ, લિપિ, વાણિજ્ય આદિથી આજીવિકા કરનાર કર્મઆર્ય” છે. વણકર, હજામ, કુંભાર આદિ જે અલ્પ આરંભવાળા અને અનિંદ્ય આજીવિકાથી જીવે છે, તે શિલ્પઆર્ય' છે. જે શિષ્ટપુરુષમાન્ય ભાષામાં સુગમ
૧. પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં સાડી પચીસ સાડી પચીસ આદેશ ગણાવ્યા છે. આ રીતે એ બસે પંચાવન આદેશ અને પાંચ વિદેહની એકસો સાઠ ચક્રવતી-વિજય, જે આર્યદેશ છે, તેમને છોડીને બાકીના પંદર કર્મભૂમિએના ભાગ આર્યદેશરૂપ માનવામાં આવતા નથી.
૨. તીર્થકર, ગણધર આદિ જેઓ અતિશયસંપન્ન છે, તે શિષ્ટ. તેમની ભાષા સંસ્કૃત, અર્ધમાગધી ઇત્યાદિ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org