________________
૧૫૫
અધ્યાય ૩- સૂત્ર ૭-૧૮ ગેટલી છે, જે ચાલીસ જન ઊંચી છે; અને જે મૂળમાં બાર એજન, વચમાં આઠ જન અને ઉપર ચાર યોજન પ્રમાણ લાંબી–પહોળી છે.
જબૂદ્વીપમાં મુખ્યતયા સાત ક્ષેત્રો છે. તે ‘વંશ', “વર્ષ', અથવા “વાસ્ય' કહેવાય છે. તેમાં પહેલું ભરત છે; તે દક્ષિણ તરફ છે. ભારતની ઉત્તરે હૈમવત, હૈમવતની ઉત્તરે હરિ, હરિની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક, રમ્યકની ઉત્તરે હૈરણ્યવત અને હૈરયવતની ઉત્તરે ઐરાવત છે. વ્યવહારસિદ્ધ દિશાઓના નિયમ પ્રમાણે મેરુ પર્વત સાતે ક્ષેત્રોના ઉત્તર ભાગમાં રહેલું છે.
સાતે ક્ષેત્રોને એકબીજાથી જુદાં પાડવા માટે તેમની વચમાં છ પર્વત છે; તે “વર્ષધર” કહેવાય છે. તે બધા પૂર્વથી પશ્ચિમ લાંબા છે. ભારત અને હૈમવત ક્ષેત્રની વચ્ચે હિમાવાન પર્વત છે; હૈમવત અને હરિવર્ષને જુદા પાડનાર મહાહિમવાન છે; હરિવર્ષ અને વિદેહને નિષધ પર્વત જુદા પાડે છે; વિદેહ અને રમ્યક વર્ષની વચમાં નીલ પર્વત છે; રમ્યક અને હૈરણ્યવતને રુકમી પર્વત ભિન્ન કરે છે; હૈરણ્યવત અને ઐરાવતને જુદા પાડનાર શિખરી પર્વત છે. [૯-૧૧]
૧. દિશાને નિયમ સૂર્યના ઉદયાસ્ત ઉપર અવલંબિત છે. સૂર્યની તરફ મોઢું કરી ઊભા રહેતાં ડાબી બાજુએ ઉત્તર દિશામાં મેરુ પર્વત છે. ભરત ક્ષેત્રમાં સૂર્યાસ્તની જે દિશા છે, તે ઐરાવતમાં સૂર્યોદયની છે. તેથી ત્યાં પણ સૂર્યોદય તરક મોટું કરતાં મેરુ ઉત્તર દિશામાં જ પડે છે. આ રીતે બીજા ક્ષેત્રોમાં પણ મેરુનું ઉત્તરવતિપણું સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org