________________
૧૫૦
તત્વાર્થસૂત્ર પતિઃ પહેલી ત્રણ ભૂમિઓના નારકો મનુષ્યજન્મ પ્રાપ્ત કરી તીર્થંકરપદ સુધી પહોંચી શકે છે; ચાર ભૂમિઓના નારકે મનુષ્યત્વ પ્રાપ્ત કરી નિર્વાણ પણ પ્રાપ્ત કરી શકે છે; પાંચ ભૂમિઓના નારકે મનુષ્યગતિમાં સંયમનો લાભ કરી શકે છે; છ ભૂમિઓમાંથી નીકળેલા નારકો દેશવિરતિ અને સાત ભૂમિમાંથી નીકળેલા સમ્યકત્વને લાભ મેળવી શકે છે.
દ્વીપ, સમુદ્ર મારિનો સમઃ રત્નપ્રભાને છોડીને બાકીની છ ભૂમિમાં નથી દીપ, સમુદ્ર, પર્વત, સરોવર, કે નથી ગામ, શહેર આદિ નથી વૃક્ષ, લતા આદિ બાદર વનસ્પતિકાય કે નથી ઠીંદ્રિયથી લઈને પંચેંદ્રિય પર્યત તિર્યંચ નથી મનુષ્ય કે નથી કોઈ પ્રકારના દેવ. રત્નપ્રભા છોડીને એમ કહેવાનું કારણ એ છે કે એની ઉપરને ચેડે ભાગ મધ્યલેકતિર્યગૂલોકમાં સંમિલિત છે, તેથી એ ભાગમાં ઉપર જણાવેલા દ્વીપ, સમુદ્ર, ગ્રામ, નગર, વનસ્પતિ, તિર્યંચ, મનુષ્ય અને દેવ મળી આવે છે. રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિઓમાં ફક્ત નારક અને કેટલાક એકેદ્રિય જીવો હોય છે. આ સામાન્ય નિયમનો અપવાદ પણ છે; કારણ કે એ ભૂમિઓમાં ક્યારેક કોઈ સ્થાન ઉપર કેટલાક મનુષ્ય, દેવ, અને પંચંદ્રિય તિર્યંચને પણ સંભવ છે. મનુષ્યનો સંભવ તે એ અપેક્ષાએ છે કે કેવલિસમુદ્દઘાત કરતો મનુષ્ય સર્વલેકવ્યાપી હોવાથી એ ભૂમિઓમાં પણ આત્મપ્રદેશ ફેલાવે છે. આ ઉપરાંત વૈક્રિયલબ્ધિવાળા મનુષ્ય પણ એ ભૂમિ સુધી પહોંચે છે. તિર્યો પણ એ ભૂમિ સુધી પહોંચે છે, પરંતુ તે ફક્ત વૈક્રિયલબ્ધિની અપેક્ષાએ જ માનવામાં આવે છે. દેવે ત્યાં સુધી પહોંચે છે એ વિષયમાં હકીક્ત આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org