________________
૧૫ર
તવાર્થસૂત્ર જંબુદ્વીપ વગેરે શુભ નામવાળા દ્વીપ તથા લવણ વગેરે શુભ નામવાળા સમુદ્રો છે.
તે બધા દ્વીપ અને સમુદ્ર, વલય જેવી આકૃતિવાળા, પૂર્વ પૂર્વને વેષ્ટિત કરવાવાળા અને બમણું બમણું વિષ્કભ-વ્યાસ-વિસ્તારવાળા છે. " એ બધાની વચમાં જંબુદ્વીપ છે, જે વૃત એટલે કે ગોળ છે, લાખ જન વિધ્વંભવાળે છે અને જેની મધ્યમાં મેરુ પર્વત છે.
એમાં–જંબુદ્વીપમાં ભરતવર્ષ, હૈમવતવર્ષ, હરિવર્ષ, વિદેહવર્ષ, રમ્યકવર્ષ, હૈરયવતવર્ષ, અરાવતવર્ષ એ સાત ક્ષેત્ર છે. એ ક્ષેત્રોને જુદા કરતા અને પૂર્વથી પશ્ચિમ લંબાયેલા એવા હિમવાન, મહાહિમવાન, નિષધ, નીલ, રુકમી અને શિખરી એ છ વર્ષધર – વંશધર પર્વત છે.
ધાતકીખંડમાં પર્વત તથા ક્ષેત્રે જંબુદ્વીપથી બમણું છે.
પુષ્કરાર્ધદ્વીપમાં પણ એટલાં જ છે.
માનુષેત્તર નામક પર્વતના પૂર્વભાગ સુધી મનુષ્ય છે.
તે આર્ય અને મ્યુચ્છ છે.
દેવકુરુ અને ઉત્તરકુરુ બાદ કરી ભરત, એરાવત, તથા વિદેહ એ બધી કર્મભૂમિઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org