________________
૧૪
તત્ત્વાર્થસૂત્ર
આથી તેએ એક બીજાને જોઈ ને કૂતરાની માફક પરસ્પર લડે છે, કરડે છે, અને ગુસ્સાથી મળે છે; આથી તે પરસ્પરજનિત દુઃખવાળા કહેવાય છે. [૪]
S.
નારકાની ત્રણ પ્રકારની વેદના મનાય છે; એમાંથી ક્ષેત્રસ્વભાવજન્ય અને પરસ્પરજન્ય વેદનાનું વર્ણન પાછળ કર્યુ છે. ત્રીજી વેદના પરમાધાર્મિકજનિત છે. પહેલાં ખે પ્રકારની વેદના સાતે ભૂમિએમાં સાધારણ છે, પરંતુ ત્રીજા પ્રકારની વેદના ફક્ત પહેલી ત્રણ ભૂમિમાં હોય છે, કેમ કે એ ભૂમિએમાં પરમાધાર્મિક છે. પરમાધાર્મિક એક પ્રકારના અસુર દેવા છે. જે ધણા જ ક્રૂર સ્વભાવવાળા અને પાપરત હાય છે. એમની અંબ, અંબરીષ આદિ પંદર જાતિ છે. તે સ્વભાવથી એટલા નિર્દય અને કુતૂહલી હાય છે કે એમને બીજાઓને સતાવવામાં જ આનંદ મળે છે, આથી તે નારકાને અનેક પ્રકારના પ્રહારેાથી દુ:ખી કર્યાં જ કરે છે. તેઓ કૂતરા, પાડા અને મલ્લોની માફક તેમને પરસ્પર લડાવે છે, અને તેને અંદરઅંદર લડતા કે મારપીટ કરતા જોઈ તે તે બહુ ખુશી થાય છે. જો કે આ પરમાધાર્મિક એક પ્રકારના દેવા છે, અને તેઓને બીજા પણ સુખનાં સાધન છે. તેપણ પૂજન્મકૃત તીવ દોષના કારણથી તે બીજાને સતાવવામાં જ પ્રસન્ન રહે છે. નારકો પણ બિચારા કવશ અશરણ હાઈ તે આખુ જીવન તીવ્ર વેદનાઓના અનુભવમાં જ વ્યતીત કરે છે. વેદના કેટલીયે હોય પરંતુ નારકોને કોઈનું શરણુ પણ નથી અને અનપવનીય–વચમાં આ નહિ થનાર આયુષના કારણથી તેમનું જીવન પણ જલ્દી સમાપ્ત થતું નથી. [૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org