________________
ભજ
તત્ત્વાર્થસૂત્ર
પછી કદાચિત્ ચાલ્યું પણ જાય છે, પરંતુ વિપુલમતિ ચાલ્યું જતું નથી અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે.
દિગં॰ ગ્રંથામાં ૨૪મા સૂત્રમાં મનઃવચ' શબ્દ છે, મન:પર્યાય? નહિ. (૨૪–૨૫)
'
હવે અવધિ અને મન:પર્યાયને તફાવત કહે છે : विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्येऽवधिमनः पर्याययोः | २६ | વિશુદ્ધિ ક્ષેત્ર, સ્વામી અને વિષય દ્વારા અવિધ અને મન:પર્યાયને તફાવત જાણવા જોઈ એ.
જો કે અવધિ અને મન:પર્યાય એ અને પારમાર્થિક વિકલ–અપૂર્ણ પ્રત્યક્ષરૂપે સમાન છે, છતાં એ બન્નેમાં કેટલીક રીતે તફાવત છે. જેમ કે વિશુદ્ધિકૃત, ક્ષેત્રકૃત, સ્વામિકૃત અને વિષયકૃત. ૧. મન:પર્યાયજ્ઞાન, અવધિજ્ઞાનની અપેક્ષાએ પોતાના વિષયને બહુ સ્પષ્ટરૂપે જાણે છે એથી તે વિશુદ્ધતર છે. ૨. અવધિજ્ઞાનનુ ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી તે આખા લાક સુધી છે, જ્યારે મનઃ પર્યાયજ્ઞાનનુ ક્ષેત્ર તે માનુષાત્તર પત પર્યંત જ છે. ૩. અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિવાળા હાઈ શકે છે પરંતુ મન:પર્યાયને સ્વામી ફક્ત સંયંત અનુષ્ય હોઈ શકે છે. ૪. અવધિને વિષય કેટલાક પર્યાય સાથે સંપૂર્ણ રૂપી દ્રવ્ય છે, પરંતુ મન:પર્યાયને વિષય તે ફક્ત એના અનંતમા ભાગ (જીએ સૂત્ર॰ ૨૯) છે; અર્થાત્ માત્ર મનેદ્રવ્ય છે.
પ્ર૦—વિષય ઓછો હાવા છતાં પણ મનઃપર્યાય અવધિથી વિશુદ્ધતર મનાયુ' છે તેનુ શું કારણ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org