________________
૧૨૯
અધ્યાય ૨ - ૨૩૪૯ પ્ર–એવી બારીકીથી જોઈએ તે કાર્યણશરીર કે જે તેજસની જેમ સેંદ્રિય અને સાવયવ નથી, તેને પણ ઉપભેગ ઘટી શકે; કેમ કે તે જ અન્ય સર્વ શરીરનું મૂળ છે. આથી અન્ય શરીરેના ઉપભોગ ખરું જોતાં કામણના જ ઉપભેગ માનવા જોઈએ, તે પછી એને નિરુપભોગ કેમ કહ્યું ?
ઉ–ડીક છેએ રીતે જોતાં તે કાર્મણ પણ સેપભોગ છે જ. અહીંયાં એને નિરુપભેગ કહેવામાં અભિપ્રાય એટલે જ છે કે, જ્યાં સુધી અન્ય શરીર સહાયક ન હોય, ત્યાં સુધી એકલું કાર્મણશરીર ઉપભેગને સાધી શકતું નથી. અર્થાત ઉક્ત વિશિષ્ટ ઉપભોગને સિદ્ધ કરવામાં સાક્ષાત સાધન ઔદારિક આદિ ચાર શરીર છે. આથી તે ચાર સોપગ – ઉપભોગ સહિત – કહેવાય છે; અને પરંપરાથી સાધન હોવાને લીધે કાર્મણને નિરુપભોગ કહેવામાં આવ્યું છે. [૪૫. - કમસિદ્ધતા અને કૃત્રિમતા : છેવટે એક એ પણ પ્રશ્ન થાય છે કે કેટલાં શરીર જન્મસિદ્ધ છે અને કેટલાં કૃત્રિમ છે ? તથા જન્મસિદ્ધમાં કયું શરીર કયા જન્મથી પેદા થાય છે અને કૃત્રિમનું કારણ શું છે? આને ઉત્તર ચાર સૂત્રમાં આપે છે.
તેજસ અને કાર્મણ એ બે ને જન્મસિદ્ધ પણ નથી અને કૃત્રિમ પણ નથી; અર્થાત તે જન્મની પછી પણ થાય છે, છતાં છે અનાદિસંબદ્ધ, ઔદારિક જન્મસિદ્ધ જ છે, એ ગર્ભ તથા સંમૂર્ણિમ એ બન્ને જન્મમાં પેદા થાય છે. તેને સ્વામી મનુષ્ય અને તિર્યંચ જ છે. વૈક્રિયશરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ બે પ્રકારનું છે. જે જન્મસિદ્ધ છે તે ઉપપાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org